IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
Yuzvendra Chahal And Dhanashree Verma: ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેના છૂટાછેડા નક્કી માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલના લગ્ન જીવનમાં તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડા થશે તેવા સમાચાર મીડિયામાં ચાલી રહ્યા છે.
ચહલ અને ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ સિવાય ચહલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ધનશ્રી સાથેની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. જ્યારે ધનશ્રી વર્માએ તમામ ફોટા ડિલીટ કર્યા નથી. આ પછી તેમના છૂટાછેડાના સમાચારો જોર પકડવા લાગ્યા.
ચહલ અને ધનશ્રીની નજીકના એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમના છૂટાછેડાના સમાચાર એકદમ સાચા છે.
સૂત્રએ જણાવ્યું હતું કે, છૂટાછેડા થશે (જે થતાં અટકાવી શકાતા નથી) અને માત્ર સમયની વાત છે કે ક્યારે સત્તાવાર જાહેરાત થાય. તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે તે બંને અલગ થવાનું અને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું છે.
જોકે, અત્યાર સુધી ચહલ કે ધનશ્રી તરફથી છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
તમને જણાવી દઈએ કે ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. બંનેએ લગ્ન પહેલા એકબીજાને ડેટ પણ કર્યા હતા. (તમામ તસવીરો ધનશ્રી વર્મા-ઈન્સ્ટાગ્રામ)