ક્રિકેટની દુનિયામાં આ પાંચ ટીમના કેપ્ટનો લે છે સૌથી વધુ પગાર, કોહલીથી પણ આ ખેલાડી લે છે બે કરોડ વધારે, જુઓ લિસ્ટ..........
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સેલેરી મેળવનારા કેપ્ટનની વાત કરવામાં આવે તો ઘણાબધા કેપ્ટનનુ લિસ્ટ સામે આવી જશે, અને કેપ્ટન કોહલીનુ નામ સામે આવે છે, પરંતુ અહીં આપેલા લિસ્ટમાં એવુ નથી, તેમે જોઇને ચોંકી જશો કે કઇ ટીમનો કેપ્ટન સૌથી વધારે પગાર લે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિમુથ કરુણારત્ને, શ્રીલંકા ટીમ- શ્રીલંકન ટેસ્ટ ટીમના કેપ્ટનને વાર્ષિક 51.03 લાખ રૂપિયા સેલેરી મળે છે, અને વનડે કેપ્ટન કુશલ પરેરાને વાર્ષિક 25 લાખ રૂપિયા સેલેરી મળે છે.
બાબર આઝમ, પાકિસ્તાન ટીમ- પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમને વાર્ષિક 62.40 લાખ રૂપિયા સેલેરી મળે છે.
કીરોન પોલર્ડ, વેસ્ટ ઇન્ડિઝ ટીમ- વેસ્ટ ઇન્ડિઝના વનડે કેપ્ટન કીરૉન પૉલાર્ડને વાર્ષિક 1.73 કરોડ રૂપિયા સેલેરી મળે છે, જ્યારે ટેસ્ટ ટીમના કેપ્ટન ક્રેગ બ્રેથવેટને વાર્ષિક 1.39 કરોડ રૂપિયા મળે છે.
કેન વિલિયમસન, ન્યૂઝીલેન્ડ ટીમ- કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમસનને વાર્ષિક 1.77 કરોડ રૂપિયા સેલેરી મળે છે, વિલિયમસન સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે.
ડીન એલ્ગર, સાઉથ આફ્રિકા ટીમ- દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરને વાર્ષિક 3.2 કરોડ રૂપિયા સેલેરી મળે છે, જ્યારે વનડે કેપ્ટન ટેમ્બા બવુમાને 2.5 કરોડ સેલેરી મળે છે.
એરોન ફિન્ચ, ઓસ્ટ્રેલિયા ટીમ- ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચને દર વર્ષે 1 મિલિયન ડૉલરની સેલેરી મળે છે,
વિરાટ કોહલી, ભારતીય ટીમ- ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઇ વાર્ષિક 7 કરોડ સેલેરી આપે છે, કોહલી બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટમાં એ પ્લસ કેટેગરીમાં આવે છે.
ઇયૉન મોર્ગન, ઇંગ્લેન્ડ ટીમ- ઇંગ્લિશન ટીમના ટેસ્ટ કેપ્ટન જૉ રૂટને ઇસીબી તગડો પગાર આપે છે, રૂટનો વાર્ષિક પગાર 8.97 કરોડ રૂપિયા છે, જ્યારે ઇયૉન મોર્ગનનો પગાર 1.75 કરોડ રૂપિયા છે.