Hockey World Cup Opening Ceremony: હૉકી વર્લ્ડકપનો રંગારંગ પ્રારંભ, રણવીર સિંહ-દિશા પટણીએ ઓપનિંગ સેરેમનીમાં મચાવી ધૂમ
વર્ષ 2023 શરૂ થઈ ગયું છે અને આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે રમતગમતમાં ઘણી મોટી ટૂર્નામેન્ટ છે. તેની શરૂઆત હોકી વર્લ્ડકપ 2023 થી થઈ રહી છે, જે આ વખતે ઓડિશા દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારે હોકી વર્લ્ડકપ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સે ધૂમ મચાવી હતી.
બુધવારની સાંજની શરૂઆત કટકના સુંદર બારાબતી સ્ટેડિયમમાં રંગારંગ ઉદઘાટન સમારોહ સાથે થઈ હતી. જેમાં દેશ-વિદેશના હજારો હોકી પ્રેમીઓ જોડાયા હતા. હોકી વર્લ્ડકપ ઓપનિંગ સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં હતાં.
ભાગ લેનારી તમામ 16 ટીમોના સભ્યોનું સ્વાગત કરવા સમારોહમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, FIH પ્રમુખ તૈયબ ઈકરામ અને હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ ટિર્કી હાજર રહ્યા હતા.
બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ, દિશા પટણી, સિંગર પ્રીતમ અને અન્ય ઘણા મોટા સ્ટાર્સે અહીં પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા.
રણવીર સિંહ અને દિશા પટણીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ઓડિશાના ગાયકો સ્નીતિ મિશ્રા, ઋતુરાજ મોહંતી, લિસા મિશ્રા અને અભિનેતા-પતિ-પત્ની સબ્યસાચી મિશ્રા અને અર્ચિતા સાહુ સહિત અન્ય ઘણા કલાકારોએ પણ આ કાર્યક્રમમાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ખાસ વાત એ છે કે કટકમાં મહત્વના સ્થળો પર 16 ફેન પાર્ક બનાવવામાં આવ્યા હતા જ્યાં હજારો હોકી પ્રેમીઓ અને ઉત્સાહીઓએ ઉદઘાટન સમારોહને વિશાળ સ્ક્રીન પર નિહાળ્યો હતો.
બોલિવૂડના સેંકડો ગાયકો અને સ્થાનિક કલાકારોએ હોકી વર્લ્ડ કપ થીમ ગીત ગાયું હતું જે સંગીત નિર્દેશક પ્રિતમ દ્વારા રચવામાં આવ્યું હતું, જેમણે કેટલાક અન્ય ગાયકો સાથે સ્ટેજ પર પણ રજૂઆત કરી હતી.
નોંધનીય છે કે હૉકી વર્લ્ડકપ 2023ની મેચ 13 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી બે જગ્યાએ રાઉરકેલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમ અને ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં યોજાશે. રાઉરકેલામાં 20 મેચો રમાશે જ્યારે ફાઈનલ સહિત 24 મેચ ભૂવનેશ્વરમાં રમાશે.
ફોટોઃ Odisha Sports