IND vs ENG: આજની ટેસ્ટમાં બન્ને ટીમોમાં નહીં રમે આ સ્ટાર ખેલાડીઓ, ઇજાના કારણે ટીમમાંથી થયા બહાર, જાણો
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઐતિહાસિક જીતની નજીક હતી પરંતુ વરસાદી વિઘ્નના કારણે મેચ ડ્રૉ થઇ હતી. હવે આજથી બન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજની બીજી ટેસ્ટ મેચ ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સ મેદાન પર રમાશે. આ મેચ બપોરે 3.30 વાગે શરૂ થશે. પરંતુ આ ટેસ્ટ પહેલા બન્ને ટીમોમાં મોટી મુશ્કેલીઓ આવી ગઇ છે. બન્ને ટીમોના સ્ટાર ખેલાડીઓ બીજી ટેસ્ટમાં મેદાનમાં નહીં ઉતરે, કેમકે તેમને ઇજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે.
રિપોર્ટ છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં બીજી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડને ઇજા પહોંચી છે, અને તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. ખાસ વાત છે હાલ સકિબને બ્રોડના કવર તરીકે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જ્યારે ભારતીય ટીમની વાત કરીઓ તો ઓલ રાઉન્ડર શાર્દૂલ ઠાકુર પણ ઈજાગ્રસ્ત થતા ટીમની પ્લેઇંગ-11 પસંદગી સામે નવો પ્રશ્ન ઊભો થયો છે.
કેપ્ટન કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ઠાકુર લોર્ડ્સ ટેસ્ટમાંથી બહાર થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. કોહલીએ કહ્યું, શાર્જુલ ઠાકુરના જમણા પગની માંસપેશી ખેંચાઈ જવાના કારણે લોર્ડ્સ ટેસ્ટમાં નહીં રમ. તે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરશે.
એવામાં હવે ઇંગ્લેન્ડની ટીમમાં માર્ક વુડ અને ઈન્ડિયન ટીમમાં ઈશાંત શર્માને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. આ સિવાય રિપોર્ટ એવા પણ છે કે, શાર્દૂલની જગ્યાએ ટીમમાં સ્ટાર સ્પીનર રવિચંદ્રન અશ્વિનને કેપ્ટન કોહલી મોકો આપી શકે છે.
ઈન્ડિયન ટીમ