IND vs NZ: ટી20 સીરીઝ પહેલા દ્રવિડે નવા ખેલાડીઓને દોડાવી-દોડાવી કરાવી જોરદાર પ્રેક્સિસ, ગ્રાઉન્ડ પરની તસવીરો વાયરલ.......
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સંયુક્ત આરબ અમીરાતથી ભારત આવી ગઇ છે. કીવી ટીમને ભારત પ્રવાસમાં ત્રણ ટી20 મેચોની સીરીઝ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ ટીમ ઇન્ડિયાની આ પહેલી ટી20 સીરીઝ છે. આ સીરીઝમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે, અને કેએલ રાહુલને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ દ્રવિડ આ સીરીઝમાં જ ટીમ ઇન્ડિયાના હેડ કૉચ તરીકે પોતાની નવી ઇનિંગની શરૂઆત કરશે. દ્રવિડની કૉચિંગમાં ટીમ ઇન્ડિયાએ અભ્યાસ શરૂ કરી દીધો છે. દ્રવિડ ખેલાડીઓ સાથે વાત કરતો દેખાઇ રહ્યો છે, અને ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓને ગ્રાઉન્ડમાં દોડાવી દોડાવીને જબરદસ્ત પ્રેક્ટિસ કરાવી રહ્યો છે.
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત 17 નવેમ્બરે થશે. બુધવારે બન્ને ટીમોની વચ્ચે જયપુરમાં પહેલી ટી20 મેચ રમાશે. આ પછી 19 નવેમ્બરે બીજી અને 21 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે.
ભારતીય ટી20 ટીમના ઉપકેપ્ટન કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝમાં રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની સાથે રમવાને લઇને ઉત્સાહિત છે, અને તેનુ કહેવુ છે કે, મુખ્ય કૉચ દ્રવિડ સારી ટીમ કલ્ચર પર ફોકસ માટે જાણીતા છે, જ્યારે રોહિત કુશળ રણનીતિકાર છે.
આ સીરીઝથી ભારતીય ક્રિકેટના નવા યુગનો પણ સુત્રપાત થઇ રહ્યો છે. ટી20 વર્લ્ડકપ બાદ મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ખતમ થઇ ગયો, જ્યારે વિરાટ કોહલીએ ટી20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો ફેંસલો કર્યો છે.