જસપ્રીત બૂમરાહે ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં બનાવ્યો ક્યો રેકોર્ડ ? કપિલ દેવને પણ છોડી દીધો પાછળ
ઓવલઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટના છેલ્લો દિવસ બન્ને ટીમો માટે ખાસ હતો, જેમાં ભારતીય ટીમ બાજી મારી ગઇને, પહેલીવાર ઓવલમાં ઐતિહાસિક જીત મેળવી, આ જીતમાં બુમરાહની બૉલિંગના ખુબ વખાણ થયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાંચમા દિવસે બુમરાહે પોતાની ધારદાર બૉલિંગથી ઇંગ્લેન્ડની કમર તોડી નાંખી, તેને પોતાની લયને હાંસલ કરતા બે વિકેટ લઇને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધુ હતુ.
પહેલી ઇનિંગમાં 81 રનની ઇનિંગ રમી ચૂકેલા ઓલી પૉપની ગિલ્લીઓ ઉડાવી દીધી અને પછી ઘાતક યૉર્કર નાંખીને જૉની બેયરસ્ટોને પેવેલિયન મોકલી દીધો. આ સાથે જ ઇંગ્લેન્ડની કમર તુટી ગઇ. જોકે, આ સાથે બુમરાહે એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેને કપિલ દેવ અને બીજા કેટલાય દિગ્ગજોને પાછળ પાડી દીધા.
આ દરમિયાન બુમરાહે ટેસ્ટમાં સૌથી ફાસ્ટ 100 વિકેટો લેનારો ભારતીય ફાસ્ટ બૉલર પણ બની ગયો. કેરિયરની 24મી ટેસ્ટમાં જ તેને આ કમાલ કરી બતાવ્યો. બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો. ભારતને 1983ના વર્લ્ડકપમાં વિશ્વ વિજેતા બનાવનારા કપિલ દેવે 25 ટેસ્ટ મેચોમાં 100 વિકેટો હાંસલ કરી હતી.
સૌથી ફાસ્ટ 100 વિકેટો લેનારા ભારતીય ફાસ્ટ બૉલરો- - 24 ટેસ્ટમાં - જસપ્રીત બુમરાહ, 25 ટેસ્ટમાં - કપિલ દેવ, 28 ટેસ્ટમાં - ઇરફાન પઠાણ, 29 ટેસ્ટમાં - મોહમ્મદ શમી, 30 ટેસ્ટમાં - જવાગલ શ્રીનાથ, 33 ટેસ્ટમાં - ઇશાન્ત શર્મા.
સૌથી ફાસ્ટ 100 વિકેટો - - 24 ટેસ્ટમાં - જસપ્રીત બુમરાહ