Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
જૉ રૂટે સતત ત્રીજી ટેસ્ટ સદી ફટકારીને કરી દીધો રેકોર્ડનો ઢગલો, હવે આ મોટો મુકામ પણ નથી દુર, જાણો.....
India Vs England: લીડ્સના હેડિગ્લે મેદાન પર રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટ શાનદાર ફોર્મમાં છે. જૉ રૂટે ભારત વિરુદ્ધ સતત ટેસ્ટમાં ત્રીજી સદી ફટકારીને પોતાનો દમ બતાવી દીધો છે. ત્રીજી ટેસ્ટમાં પણ જૉ રૂટે સદી ફટકારી, 121 રનની ઇનિંગની સાથે જ રૂટે પોતાની ટીમને જીત માટે મજબૂત દાવેદાર બનાવી દીધી. એટલુ જ નહીં સાથે સાથે રેકોર્ડના ઢગલા પણ કરી દીધા છે. જો રૂટ આમને આમ રમશે તો વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેડિંગ્લમાં જૉ રૂટ અલગ જ તેવરની સાથે મેદાનમાં ઉતર્યો હતો. જૉ રૂટે 73.33ની સ્ટ્રાઇક રેટની સાથે 165 બૉલમાં 121 રનની ઇનિંગ રમી. રૂટે આ ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. આ વર્ષે રૂટની આ છઠ્ઠી સદી છે. રૂટે આ મામલામાં માઇકલ વૉનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વૉને 2002માં 6 સદી ફટકારી હતી.
રૂટ આ વર્ષે અત્યાર સુધી 1,398 રન બનાવી ચૂક્યો છે. વળી, ઇંગ્લેન્ડ તરફથી એક વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં ચોથો સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. જોકે, ઇંગ્લેન્ડને આ વર્ષે પાંચ ટેસ્ટ મેચ હજુ રમવાની બાકી છે, એટલે રૂટ માટે આ રેકોર્ડ પોતાના નામ કરવાનો બેસ્ટ મોકો છે.
મોહમ્મદ યુસુફનો રેકોર્ડ તોડી શકે છે- 2002માં માઇકલ વૉને 1481 રન બનાવ્યા હતા, જે ઇંગ્લેન્ડના કોઇપણ ખેલાડી દ્વારા એકવર્ષમાં બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે, અને તે આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. જૉની બેયર્સ્ટોએ વર્ષ 2016માં 1470 રન બનાવ્યા હતા અને તે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.
રૂટની પાસે એક વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડવાનો બેસ્ટ મોકો છે. મોહમ્મદ યુસુફે 2006માં 99.33ની એવરેજથી 1,788 રન બનાવ્યા હતા. એક વર્ષમાં ટેસ્ટમાં સૌથી વધુ 9 સદી પણ મોહમ્મદ યુસુફે ફટકારી છે. જો રૂટને હજુ પાંચ ટેસ્ટ બીજી રમવાની છે, એટલે તે આ બન્ને રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.