ભારતીય ટીમના આ ઓલરાઉન્ડરે ક્રિકેટમાંથી લીધો સન્યાસ, તેનો આ રેકોર્ડ હજુ સુધી નથી તોડી શક્યુ કોઇ, જાણો
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સોમવારે સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 37 વર્ષીય સ્ટુઅર્ટ બિન્ની લાંબા સમયથી ટીમથી બહાર હતો, વર્ષ 2016 બાદ તેને કોઇપણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નથી રમી. જોકે ઘરેલુ ક્રિકેટ દ્વારા ટીમમાં વાપસીની કોશિશ કરી રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2014માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો સ્ટુઅર્ટ બિન્ની, દિગ્ગજ ક્રિકેટર રોજર બિન્નીનો દીકરો છે, સ્ટુઅર્ટ બિન્નીએ ભારત માટે 6 ટેસ્ટ, 14 વનડે અને 3 ટી20 મેચ રમી છે.
સ્ટુઅર્ટ બિન્નીના નામે ક્રિકેટમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ બૉલિંગ રેકોર્ડ છે. 2014માં બાંગ્લાદેશ વિરુદ્ધ તેને 4 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેના આ રેકોર્ડને આજ સુધી કોઇ ભારતીય બૉલર નથી તોડી શક્યુ.
સ્ટુઅર્ટ બિન્નીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 194 રન અને 3 વિકેટ, વનડે ક્રિકેટમાં 230 રન અને 20 વિકેટ, ટી20માં 35 રન અને 1 વિકેટ છે. સ્ટુઅર્ટ બિન્નીએ 95 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 4 હજાર 796 રન બનાવ્યા છે અને 148 વિકેટો ઝડપી છે. વળી, 100 લિસ્ટ એ મેચોમાં 1788 રન બનાવવાની સાથે જ 99 વિકેટો પણ લીધી છે.
સ્ટુઅર્ટ બિન્ની છેલ્લી વાર મેદાનમાં આ વર્ષે માર્ચમાં ઉતર્યો હતો, તેની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ તેની કેરિયરની છેલ્લી મેચ હતી. પોતાની છેલ્લી મેચમાં બિન્નીએ નાગાલેન્ડ તરફથી અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ અણનણ 55 રનની ઇનિંગ રમી હતી.
પિતાના જેવો હતો સ્ટુઅર્ટ બિન્ની- સ્ટુઅર્ટ બિન્ની પોતાના પિતાની જેમ જ લૉઅર મીડલ ઓર્ડરમાં હાર્ડ હિટિંગ બેટ્સમેન હતો અને મધ્યમ ગતિ વાળી સ્વિંગ અને ફાસ્ટ બૉલર હતો. શરૂઆતના સમયમાં સ્ટુઅર્ટ બિન્ની કર્ણાટકા ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ પછી 2007માં તેને ભારતીય ક્રિકેટ લીગમાં કરાર કર્યો. તે હૈદરાબાદ હીરોઝ અને ઇન્ડિયન ઇલેવન માટે રમ્યો હતો.
સ્ટુઅર્ટ બિન્ની