ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાંથી આ ત્રણ ખેલાડીઓનુ પત્તુ કપાવવાનુ નક્કી, ટીમમાં થઇ શકે છે ફેરફાર, જાણો
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ થઇ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય હજુ બાકી છે. ટી20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. આ IPL સિઝનમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેની જગ્યાને લઇને ખતરો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ....
હાર્દિક પંડ્યા- ટી20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ના તો ફિટ દેખાઇ રહ્યો છે, ના તો ફોર્મમાં છે. ખરાબ ફિટનેસ હોવા છતાં સિલેક્ટર્સે તેને ટી20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપી છે, કેમ કે તે એકલા હાથે ગમે તે મેચ પલટી શકવાની તાકાત રાખે છે. પરંતુ હવે તેની જગ્યાએ હવે શાર્દૂલ ઠાકુર પર વધુ નજર જઇ રહી છે. ખરેખરમાં, શાર્દૂલ ઠાકુર (Shardul Thakur)ને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 માટે સ્ટેન્ડબાય પ્લેયર્સ તરીકે રાખવામાં આવ્યો છે. આવામાં હાર્દિકની જગ્યાએ શાર્દૂલને મોકો મળી શકે છે.
ભુવનેશ્વર કુમાર- આઇપીએલમાંથી ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ખુલી ગઇ છે, તેની બૉલિંગમાં એટલો બધો પ્રભાવ નથી દેખાઇ રહ્યો. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાં તેની જગ્યાએ મોહમ્મદ સિરાજ કે પછી ટી નટરાજનને મોકો આપી શકે છે, કેમ કે આ બન્ને ખેલાડીઓ હાલ ઘાતક બૉલિંગ સ્પેલ કરી રહ્યાં છે.
ઇશાન કિશન- ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યા બાદ ઇશાન કિશનનો ફ્લૉપ શૉ યથાવત છે, આના પર પસંદગીકારોનુ ધ્યાન ગયુ છે, અને માની શકાય કે તેની જગ્યાએ ફરીથી એકવાર સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ટી20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવામાં આવે. ખાસ વાત છે કે ધવનને આઉટ કરીને જ ઇશાન કિશનને ચાન્સ મળ્યો હતો.