2024માં કેરિયરની પહેલી IPL રમશે આ વિદેશી સ્ટાર્સ, પોતાના દેશનું રોશન કરી ચૂક્યા છે નામ
IPL 2024: આ વખતે આઇપીએલમાં કેટલાક નવા સ્ટાર્સનો પણ જલવો જોવા મળશે, કેટલાક એવા છે જે લાંબા સમય બાદ રિટર્ન્સ થયા છે, તો કેટલાક પહેલીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા દેખાશે. ઘણાબધા ખેલાડીઓ IPL 2024 દ્વારા ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરશે. અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના દેશને ગૌરવ અપાવશે. જાણો અહીં એવા વિદેશી સ્ટાર્સ વિશે જે 2024માં પોતાની કારકિર્દીની પ્રથમ IPL રમશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL 2024 માટે યોજાયેલી હરાજીએ ટૂર્નામેન્ટ માટે ચાહકોની ઉત્સુકતાને વધુ વેગ આપ્યો છે. આ હરાજીમાં ઘણા એવા વિદેશી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી છે જેઓ પોતાના દેશને ગૌરવ અપાવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી આઈપીએલ નથી રમ્યા. અમે તમને આવા પાંચ વિદેશી ખેલાડીઓ વિશે જણાવીશું.
રચિન રવિન્દ્રઃ- ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને IPL 2024 માટે ચેન્નાઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રચિન પ્રથમ વખત IPL રમતા જોવા મળશે. તેણે તાજેતરમાં જ ODI વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
દિલશાન મદુશંકા:- શ્રીલંકાના ફાસ્ટ બૉલર દિલશાન મદુશંકાએ તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડકપ 2023માં પોતાની બૉલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. હવે IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેને 4.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ગેરાલ્ડ કોએત્ઝીઃ- દક્ષિણ આફ્રિકાના યુવા ઝડપી બૉલર ગેરાલ્ડ કોએત્ઝીએ ભારતની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડકપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચ્યૂં હતું. હરાજીમાં કોએત્ઝીને IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સ્પેન્સર જોન્સનઃ- ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર સ્પેન્સર જોન્સનને IPL 2024 માટે ગુજરાત ટાઇટન્સે 10 કરોડમાં ખરીદ્યો હતો. સ્પેન્સર પણ પહેલીવાર IPL રમતા જોવા મળશે.
શાઈ હોપઃ- વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન શાઈ હોપ પણ આ વખતે આઈપીએલ 2024 દ્વારા ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમતા જોવા મળશે. હોપને દિલ્હી કેપિટલ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.