IN PHOTOS: આજે CSK-GT વચ્ચે ફાઇનલ, આ પાંચ ખેલાડીઓ બની શકે છે ગેમ ચેન્જર
CSK-GT, IN PHOTOS: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મી સિઝનની ફાઇનલ મેચ રમાશે, આજે બે ટીમો ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ખિતાબી જંગ જામશે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આજે એટલે કે રવિવારે આઈપીએલ ફાઈનલ રમવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. જોકે, આજની મેચમાં આ પાંચ ખેલાડીઓ એવા છે જે મેચનું પાસુ પલટુ શકે છે, જાણો કયા પાંચ ખેલાડીઓ છે, જે આજે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત ટાઈટન્સની ટીમ ક્વૉલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-1માં હાર્દિક પંડ્યાની ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સે હાર આપી હતી. (Credit - PTI)
ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગીલ ફાઇનલમાં એક્સ ફેક્ટર સાબિત થઇ શકે છે. શુભમન ગીલે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે. આ ઉપરાંત આ બેટ્સમેને 3 વાર આ સિઝનમાં આંકડો પાર કર્યો છે. (Credit - PTI)
ગુજરાત ટાઇટન્સનો સ્પિનર રાશિદ ખાને બૉલિંગ ઉપરાંત બેટિંગમાં પણ તાકાત બતાવી છે. આ સિઝનમાં રાશિદ ખાને 16 મેચમાં 27 વિકેટ લીધી છે. તે પર્પલ કેપની રેસમાં મોહમ્મદ શમી પછી બીજા ક્રમે છે. (Credit - PTI)
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ડ્વેન કૉનવે માટે આ સિઝન શાનદાર રહી છે. આ સિઝનમાં અત્યાર સુધી ડ્વેન કોનવેએ 15 મેચમાં 625 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપની રેસમાં તે પાંચમા નંબરે છે. (Credit - PTI)
ચેન્નાઈ સુપર કિંગ્સની બૉલર મથિશા પાથિરાનાએ શાનદાર બૉલિંગનો નજારો આપ્યો છે. ખાસ કરીને આ બૉલરે ડેથ ઓવરોમાં ખાસ્સો એવો પ્રભાવ પાડ્યો છે. મથીશા પથિરાનાએ 11 મેચમાં 17 વિકેટો ઝડપી છે. (Credit - PTI)
ઋતુરાજ ગાયકવાડ માટે પણ IPL 2023ની સિઝન શાનદાર રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના આ ઓપનરે 15 મેચમાં 564 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ સિઝનના સૌથી વધુ રન બનાવનાર સાતમા ક્રમે છે. (Credit - PTI)