Photos: ગુજરાત ટાઇટન્સના આ 5 મેચ વિનર ખેલાડીઓ આઇપીએલ-2023માં કરી શકે છે કમાલ
IPL 2023: ગુજરાત ટાઇટન્સ આઇપીએલની ગત ચેમ્પીયન છે, હાર્દિક પંડ્યાની ટીમે આ વખતે પણ ખિતાબ જીતી શકે છે. ટીમમાં કેટલાય મેચ વિનર ખેલાડીઓ છે. જાણો ગુજરાત ટાઇટન્સના ધૂંઆધાર ખેલાડીઓ વિશે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે ખુબ પરિપક્વ થઇ ગયો છે. તેને ગઇ સિઝન ટીમનું નેતૃત્વ કરતાં ખિતાબ જીતાડ્યો હતો. હાર્દિક છેલ્લા એક વર્ષમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તે મેચ વિનર ખેલાડી છે. તે પાવર હિટિંગ માટે જાણીતો છે. ગઇ સિઝન તેને પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તે 2023માં પણ પોતાની ટીમને આઇપીએલ ખિતાબ જીતાડી શકે છે.
શુભમન ગિલ અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ સદી ફટકારી છે. આ વર્ષે તેણે ODIમાં બેવડી સદી ફટકારવા ઉપરાંત T20 ઈન્ટરનેશનલમાં પણ સદી ફટકારી હતી. તે એવો ખેલાડી છે જે IPL 2023માં પોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.
ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન ડેવિડ મિલર પણ શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગમાં તેની બેટિંગ સારી રહી હતી, તેણે ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સને ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે હાર્ડ હિટિંગ માટે જાણીતો છે.
રાશિદ ખાન તેની ચપળ બોલિંગ માટે જાણીતો છે. પાકિસ્તાન સુપર લીગ 2023માં, તેણે લાહૌર કલંદર્સને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ગયા વર્ષે IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં પણ સામેલ હતો. રાશિદ ખાન આ વખતે પણ ગુજરાત ટાઇટન્સ માટે મેચ વિનર બની શકે છે.
રાહુલ તેવટિયા તેની પાવર હિટિંગ અને ઓફ સ્પિન બોલિંગ માટે જાણીતો છે. તેણે આક્રમક બેટિંગ કરીને IPLમાં ઘણી વખત ટીમ માટે મેચ જીતી છે. તે લોઅર મિડલ ઓર્ડરમાં ઉપયોગી ખેલાડી છે. IPL 2023માં તે ગુજરાત ટાઇટન્સ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.