IPL 2008માં હતો બોલ બોય, હવે બન્યો પ્રથમ ઇમ્પેક્ટ પ્લેયર, આવી છે તુષાર દેશપાંડેની કહાની
તુષાર દેશપાંડે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો મહત્વનો બોલર છે. તે 16મી સીઝનમાં CSKનો અત્યાર સુધીનો સૌથી સફળ બોલર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL 2022 ની મેગા હરાજીમાં તુષાર દેશપાંડેને ચેન્નઈ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયાના બ્રેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. ગત સીઝનમાં ચેન્નઈએ તેને માત્ર બે મેચમાં રમવાની તક આપી હતી. જેમાં તે એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સે તુષાર દેશપાંડે પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને પહેલી જ મેચથી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો. તુષાર કેપ્ટન એમએસ ધોનીની અપેક્ષા પર ખરો ઉતર્યો. તેણે અત્યાર સુધીની 16મી સીઝનમાં ચેન્નઈ માટે સૌથી વધુ 5 વિકેટ લીધી છે. આ દરમિયાન 31 રનમાં 2 વિકેટ મેળવવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
2008માં રમાયેલી IPLની પ્રથમ સીઝનમાં તુષાર દેશપાંડે બોલ બોય હતો. તે દિવસોમાં તે મુંબઈની અંડર-13 ટીમનો ભાગ હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સીઝનમાં બોલ બોય હોવા છતાં તેણે સચિન તેંડુલકર સહિત વિશ્વભરના ઘણા દિગ્ગજ ખેલાડીઓને નજીકથી જોયા હતા.
તુષાર દેશપાંડે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર છે. 31 માર્ચે, 16મી સીઝનની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કેપ્ટન એમએસ ધોનીએ અંબાતી રાયડુની જગ્યાએ તુષાર દેશપાંડેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કર્યો હતો. ચેન્નઈ તરફથી બેટિંગ રાયડુ અને બોલિંગ તુષાર દેશપાંડેએ કરી હતી.
તુષાર દેશપાંડેએ IPL 2020માં ડેબ્યૂ કર્યું હતું. તે પછી તે દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. તેણે 2020 IPLમાં દિલ્હી માટે 5 મેચ રમી જેમાં ત્રણ વિકેટ લીધી. આ પછી તુષાર 2022માં CSK ટીમ સાથે જોડાયો હતો.
તુષાર દેશપાંડે મહારાષ્ટ્રના થાણેનો છે. તેણે વર્ષ 2016-17માં મુંબઈ માટે રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું. જ્યારે 2 વર્ષ પછી 2018 માં, તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને વિજય હજારે ટ્રોફી રમી હતી. 27 વર્ષીય તુષાર IPLમાં દિલ્હી અને ચેન્નઈ ઉપરાંત સ્થાનિક ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઈન્ડિયા A અને ઈન્ડિયા બ્લુ ટીમો માટે પણ રમી ચૂક્યો છે.