IPL 2023: ગુજરાત ટાઈટન્સની હાર પાછળ આ રહ્યા મોટા કારણ, આ રીતે બદલાઈ શક્યું હોત પરિણામ
IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં ગુજરાતની હાર પાછળ ઘણા કારણો હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેન્નાઈના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ડેવોન કોનવે ગુજરાતની હારનું મુખ્ય કારણ બન્યા હતા. કોનવેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે 25 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ છેલ્લી ઓવરમાં સિક્સર અને ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 214 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ મુજબ 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમે 5 વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે 26 રન બનાવ્યા હતા. કોનવેએ 47 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 32 રનનું યોગદાન આપ્યું હતું.
ચેન્નાઈની જીતમાં છેલ્લી ઓવર મહત્વની હતી. જ્યારે આ પણ ગુજરાતની હારનું મુખ્ય કારણ હતું. આ ઓવરમાં મોહિત શર્માએ 13 રન આપ્યા હતા. તેણે ઓવરનો પહેલો બોલ ફેંક્યો. આ પછી, સતત ત્રણ સિંગલ્સ લેવામાં આવ્યા હતા. આ પછી જાડેજાએ પાંચમા બોલ પર સિક્સર અને છઠ્ઠા બોલ પર ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
જો ગુજરાતના બોલરોએ યોગ્ય સમયે રહાણે, રાયડુ અને શિવમ દુબેને આઉટ કર્યા હોત તો પરિણામ અલગ જ હોત. દુબેએ 21 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. રહાણેએ 13 બોલમાં 27 રન અને રાયડુએ 8 બોલમાં 19 રન બનાવ્યા હતા.
તમામ તસવીર સૌજન્યઃ PTI