IPL 2025: ધોની સહિત આ ત્રણ દિગ્ગજ IPLમાંથી લઈ શકે છે નિવૃતિ, લિસ્ટમાં બે ચોંકાવનારા નામ સામેલ

IPL 2025 શનિવારથી શરૂ થઈ રહી છે. સીઝનની પ્રથમ મેચ KKR અને RCB વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. મહેન્દ્ર સિંહ ધોની આ મેચમાં રમતા જોવા મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ધોની આ સિઝન બાદ સંન્યાસ પણ લઈ શકે છે. તે 43 વર્ષનો થઈ ગયો છે. આઈપીએલની છેલ્લી સિઝન બાદ ધોનીની નિવૃત્તિની ચર્ચા હતી. પરંતુ તેણે નિવૃત્તિ લીધી ન હતી.

ફાફ ડુ પ્લેસિસ 40 વર્ષનો થઈ ગયો છે. IPL 2025 તેના માટે પણ છેલ્લી સિઝન હોઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
ડુપ્લેસિસે આઈપીએલમાં 145 મેચ રમી છે. આ દરમિયાન તેણે 4571 રન બનાવ્યા છે. તે તેની આઈપીએલ કારકિર્દીમાં ઘણી ટીમોનો ભાગ રહ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના અનુભવી ખેલાડી સુનીલ નારાયણનું નામ સંન્યાસ લઈ રહેલા લોકોની યાદીમાં સામેલ થઈ શકે છે. નરીને ટૂર્નામેન્ટમાં 177 મેચ રમી છે.
સુનીલ નારાયણે IPLમાં 1534 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને સાત અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 180 વિકેટ પણ લીધી છે.