IPL 2025: કોણ છે અશ્વની કુમાર, જેણે ડેબ્યૂ મેચમાં પહેલા જ બોલ પર લીધી વિકેટ

આ વખતે ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મુંબઈએ 8 વિકેટથી જીત મેળવી હતી.

Ashwani Kumar

1/7
આ વખતે ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મુંબઈએ 8 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
2/7
તેણે પ્લેઇંગ ઇલેવનમાં અશ્વની કુમારને તક આપી હતી. આ સાથે 23 વર્ષીય યુવા ખેલાડી અશ્વનીએ IPLમાં પોતાનું ડેબ્યૂ કર્યું અને તેણે પોતાના ડેબ્યૂના પહેલા બોલ પર જ વિકેટ ઝડપી હતી.
3/7
અશ્વની કુમારે પોતાના આઈપીએલ કારકિર્દીનો પહેલો બોલ અજિંક્ય રહાણેને ફેંક્યો અને રહાણેએ તેના પર મોટો સ્ટ્રોક રમવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તિલક વર્માએ તેનો કેચ ઝડપ્યો હતો અને રહાણેને પેવેલિયન પરત ફરવું પડ્યું.
4/7
આ રીતે અશ્વનીએ તેના આઈપીએલ ડેબ્યૂના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. તે IPLમાં આવું કરનાર 10મો બોલર બન્યો હતો. તે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી IPL ડેબ્યૂના પહેલા બોલ પર વિકેટ લેનાર ત્રીજો બોલર બન્યો હતો. આ પહેલા અલ્ઝારી જોસેફ અને અલી મુર્તઝા આ કરી ચૂક્યા છે.
5/7
IPL 2025 મેગા ઓક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમે અશ્વની કુમારને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ તે પંજાબ કિંગ્સ ટીમનો પણ ભાગ હતો પરંતુ પછી તે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો નહીં. હવે આ સીઝનમાં તેને ડેબ્યૂ કરવાની તક મળી અને તેણે પહેલા જ બોલ પર પોતાની પ્રતિભા બતાવી હતી.
6/7
અશ્વની કુમારનો જન્મ 29 ઓગસ્ટ 2001ના રોજ પંજાબના મોહાલીમાં થયો હતો. તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે. શેર-એ-પંજાબ T20 ટુર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતવામાં સફળ રહ્યો. તેણે અત્યાર સુધીમાં બે ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રણ વિકેટ લીધી છે. તેણે ચાર લિસ્ટ-એ મેચોમાં ત્રણ વિકેટ લીધી છે. અગાઉ વિગ્નેશ પુથુર અને સત્યનારાયણ રાજુને પણ મુંબઈએ તક આપી હતી.
7/7
તસવીરોઃIPL
Sponsored Links by Taboola