IPL Auction 2024: આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી મિશેલ સ્ટાર્કની આવી છે કરિયર
મિચેલ સ્ટાર્ક લગભગ 9 વર્ષ બાદ ફરી એકવાર IPL રમવા આવી રહ્યો છે. આ પહેલા તે વર્ષ 2015માં RCB તરફથી રમ્યો હતો, ત્યારબાદ તેણે પોતે IPL રમવાની ના પાડી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે તેણે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે આ વર્ષની IPL રમવા આવી રહ્યો છે.
KKR અને GT કેમ્પ એકબીજાની વચ્ચે ચર્ચા કરી રહ્યા હતા. આ રકમ ધીમે-ધીમે 23 કરોડ સુધી પહોંચી ગઈ અને પછી પણ તે અટકી નહીં.
બંને ટીમો વચ્ચેની બોલી ધીરે ધીરે વધીને 24 કરોડ 75 લાખ રૂપિયા થઈ ગઈ. કેકેઆર છેલ્લી બોલી જીતી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યા છે.
મિશેલ સ્ટાર્કની IPL કરિયરની વાત કરીએ તો તેણે 27 મેચ રમીને 34 વિકેટ ઝડપી છે. તેનુ પ્રદર્શન ખુબ જ પ્રશંસનીય રહ્યું છે.
એકંદર T20 વિશે વાત કરીએ તો તેણે 58 મેચ રમીને કુલ 73 વિકેટો પોતાના નામે કરી છે. હવે સમગ્ર વિશ્વની નજર KKR તરફથી રમતા મિચેલ સ્ટાર્ક કેવું પ્રદર્શન કરે છે તેના પર રહેશે.