IPL: મુંબઈ પહેલા આ ટીમો હારી ચૂકીને પોતાની શરુઆતની 6 મેચ, જાણો ક્યારે-ક્યારે બન્યુ આવુ
IPL 2022માં લખનઉએ શનિવારે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. આ સિઝનમાં મુંબઈની આ સતત છઠ્ઠી હાર છે. આ હાર સાથે મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ છે, જેના નામે 5 વખત ચેમ્પિયન બનવાનો રેકોર્ડ છે. પરંતુ હવે આ શરમજનક રેકોર્ડ પણ મુંબઈના નામે નોંધાઈ ગયો છે. મુંબઈની ટીમ પ્રથમ વખત સતત છ મેચ હારી છે. વર્ષ 2015માં ટીમ ચાર મેચ હારી હતી, પરંતુ તે પછી સારી વાપસી કરી અને આઈપીએલનો ખિતાબ જીત્યો.
રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન ખૂબ જ ખરાબ રહી છે અને રોહિતનું બેટ હજુ સુધી ચાલ્યું નથી. આ સિવાય ટીમના મોટાભાગના બોલર અને બેટ્સમેન સંપૂર્ણપણે ફ્લોપ દેખાયા છે. જેના કારણે ટીમની સફર ખરાબ રહી હતી.
IPLમાં આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટીમ ટૂર્નામેન્ટમાં સતત છ મેચ હારી હોય. આ પહેલા પણ RCB અને દિલ્હીની ટીમો સતત છ મેચ હારી ચૂકી છે. ત્યારે આ બંને ટીમો ટૂર્નામેન્ટમાં પાછળ હતી.
જો આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2013માં દિલ્હીની ટીમને ટૂર્નામેન્ટમાં ખરાબ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું અને ટીમ તેની પ્રથમ છ મેચ હારી ગઈ હતી. આ પછી ટીમ વાપસી કરી શકી નહીં અને ટૂર્નામેન્ટમાં પાછળ રહી ગઈ. આઈપીએલમાં આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો.
વર્ષ 2019માં RCBએ પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો અને ટીમને પ્રથમ છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને હતી. ( તમામ તસવીરો- iplt20.com)