IPL 2024: સૌથી આગળ નિકળ્યો કેએલ રાહુલ, લખનઉ માટે આવુ કરનાર પ્રથમ બેટ્સમેન
કેએલ રાહુલે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં 31 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી. આ મેચ પહેલા રાહુલે LSG માટે 983 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની ઇનિંગ્સમાં 17 રન બનાવીને, KL રાહુલ IPL 2024માં 1000 રન પૂરા કરનાર લખનૌ સુપર જાયન્ટ્સનો પ્રથમ ખેલાડી બન્યો.
કેએલ રાહુલે અત્યાર સુધીમાં આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે 28 મેચ રમી છે, જેમાં તેણે 42.33ની શાનદાર એવરેજથી 1,016 રન બનાવ્યા છે. એલએસજી તરફથી રમતા તેણે 2 સદી અને 7 અડધી સદી પણ ફટકારી છે.
એલએસજી માટે કેએલ રાહુલનો સર્વોચ્ચ સ્કોર 103 રન છે. તેણે 24 એપ્રિલ, 2022ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 103 રનની અણનમ ઈનિંગ રમી હતી.
રાહુલ બાદ ક્વિન્ટન ડી કોકે LSG માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ડી કોકે આ ટીમ માટે અત્યાર સુધી 23 મેચમાં 36.18ની એવરેજથી 796 રન બનાવ્યા છે.
આઈપીએલ 2024માં અત્યાર સુધી કેએલ રાહુલે એલએસજી તરફથી રમતા 31.5ની એવરેજથી 126 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી પણ સામેલ છે.