In Pics: આઇપીએલમાં આ ટીમોનો રહ્યો છે દબદબો, જુઓ અત્યાર સુધી ખિતાબ જીતનારા કેપ્ટનોની યાદી
IPL 2024: આઈપીએલ 2024ની શરૂઆત થઇ ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે અત્યાર સુધી કયા કેપ્ટન IPL ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે ? ધોની અને રોહિત શર્માએ કેપ્ટન તરીકે 5-5 વખત ખિતાબ જીત્યો છે. અહીં અમે તમને લિસ્ટ બતાવી રહ્યા છીએ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત ટાઈટલ જીતી ચુક્યું છે. વળી, ધોનીની કેપ્ટન્સીમાં CSK 5 વખત ચેમ્પિયન બની હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
વળી, IPLની પ્રથમ સિઝન રાજસ્થાન રૉયલ્સે જીતી હતી. તે રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન શેન વોર્ન હતા, પરંતુ ત્યારથી આ ટીમ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ ઉપરાંત ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં કોલકાતા નાઈટ રાઈડર્સ બે વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. આ ટીમે 2012 અને 2014માં ટાઈટલ કબજે કર્યું હતું. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ સિવાય હૈદરાબાદ બે વખત ટાઈટલ જીતી ચૂક્યું છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સે એક વખત IPL ટ્રોફી જીતી છે. હૈદરાબાદ 2009 અને 2016માં ચેમ્પિયન બન્યું હતું. જ્યારે ગુજરાતે 2023માં ટાઈટલ જીત્યું હતું. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
વળી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જેવી ટીમો અત્યાર સુધી IPL ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)