IPL 2025: ઓેરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે ઇશાન કિશન, સૌથી વધુ રન કરવામાં ટૉપ પર આ ત્રણ ખેલાડી

IPL 2025માં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે. આ સમય દરમિયાન ઇશાન કિશન રનની બાબતમાં આગળ છે. મિશેલ માર્શ અને નિકોલસ પૂરન પણ ઓરેન્જ કેપની રેસમાં સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
IPL 2025 22 માર્ચથી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમાઈ છે. દરમિયાન, સનરાઇઝર્સ હૈદરાબાદનો ઇશાન કિશન ઓરેન્જ કેપની રેસમાં આગળ ચાલી રહ્યો છે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરન બીજા સ્થાને અને મિશેલ માર્શ ત્રીજા સ્થાને છે.

ઈશાને 1 મેચમાં 106 રન બનાવ્યા છે. ઈશાને માત્ર 47 બોલમાં 106 રનની ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 225.53 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી.
આ દરમિયાન ઈશાને 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે તેની ટીમે 286 રન બનાવ્યા. ટીમને જીત અપાવવામાં તેની ઇનિંગ્સે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ આ મેચ સરળતાથી 44 રનથી જીતી ગયું હતું.
લખનઉ સુપર જાયન્ટ્સના પુરણ આ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને છે. તેણે 1 મેચમાં 75 રન બનાવ્યા છે. સોમવારે દિલ્હી કેપિટલ્સ સામે પૂરણે 250 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા
આ ઇનિંગ દરમિયાન પૂરણે 6 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. ત્રીજા નંબર પર લખનઉનો ઓપનિંગ બેટ્સમેન માર્શ છે. માર્શે દિલ્હી સામે 36 બોલમાં 200 ના સ્ટ્રાઇક રેટથી 72 રન બનાવ્યા હતા.
દરમિયાન માર્શે 6 ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા. જેના કારણે તેની ટીમે દિલ્હી સામે 209 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આમ છતાં તેની ટીમ આ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી. દિલ્હીએ આ મેચ 1 વિકેટથી જીતી લીધી હતી.