IPL ઇતિહાસમાં થયો છે સિક્સરોનો વરસાદ, જાણો સૌથી વધુ છગ્ગા ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન
આઇપીએલ ઇતિહાસઃ આઇપીએલની દરેક સિઝનમાં મેદાન પર જબરદસ્ત છગ્ગા વરસે છે, પણ શું તમને ખબર છે કે, આઇપીએલમાં સૌથી વધુ છગ્ગા કયા બેટ્સમેને ફટકાર્યા છે. જો ના, તો અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ ટૉપ 5 બેટ્સમેન, જેને કર્યો છે સિક્સરોનો વરસાદ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આઇપીએલમાં ખુબ ધમાલ મચાવી છે. તેને આ લીગના ઇતિહાસમાં 142 મેચો રમી છે, આમાં તેને 357 છગ્ગા ફટકાર્યા છે. તે છગ્ગા ફટાકરવાના મામલામાં સૌથી નંબર વન ટૉપ પર છે.
ગેલ બાદ બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને આરસીબીનો મુખ્ય ખેલાડી રહી ચૂકેલો એબી ડિવિલિયર્સનુ નામ આવે છે. એબીએ પોતાની આઇપીએલ કેરિયરમાં 184 મેચો રમી છે, આમાં તેને 251 છગ્ગા ફટકાર્યા છે.
ભારતીય ટીમના કેપ્ટન અને 5 વાર મુંબઇ ઇન્ડિયન્સને ખિતાબ જીતાડનારો રોહિત શર્મા આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. રોહિત શર્માએ આઇપીએલમાં 222 મેચો રમી છે, આ દરમિયાન તેને 240 છગ્ગા ફટકાર્યા છે.
ભારતના સૌથી સફળ કેપ્ટન અને આઇપીએલમાં સીએસકેની કેપ્ટનશીપ કરનારા મહેન્દ્ર સિંહ ધોનીને પણ આઇપીએલ ખુબ પસંદ છે. તેને આ લીગમાં 234 મેચો રમી છે, અહીં તેને 229 છગ્ગા ફટકાર્યા છે.
મુંબઇના દિગ્ગજ ખેલાડી રહી ચૂકેલા કિરૉન પોલાર્ડને પણ આઇપીએલ ખુબ પસંદ છે. તેને આ લીગમાં 189 મેચો રમી છે, અને તેને 223 છગ્ગા ફટકાર્યા છે.