MS Dhoni: લગ્ન અગાઉ આ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ કરતો હતો ધોની, જાણીને ચોંકી ઉઠશો તમે
MS Dhoni: ચેન્નઇ સુપરકિંગ્સના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ચાહકોનું દિલ જીતી રહ્યો છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
MS Dhoni: ચેન્નઇ સુપરકિંગ્સના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ચાહકોનું દિલ જીતી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્ન પહેલા ધોનીએ બોલિવૂડની એક સુંદરીને ડેટ કરી હતી.
2/7
મહેન્દ્ર સિંહ ધોની આ દિવસોમાં IPL 2024માં રમતા જોવા મળી રહ્યા છે. ધોની આ સીઝનમાં ચેન્નઈ માટે કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ખેલાડી તરીકે રમી રહ્યો છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
3/7
આ સીઝનમાં ધોનીની અલગ સ્ટાઈલ જોવા મળે છે. તે આક્રમક બેટિંગ કરી રહ્યો છે. તે નીચેના ક્રમમાં બેટિંગ કરવા આવે છે અને પહેલા જ બોલથી સિક્સ અને ફોર મારવાનું શરૂ કરે છે. ધોની વિશેની આ ચર્ચાઓ વચ્ચે અમે તમને જણાવીશું કે તેણે લગ્ન પહેલા કઈ બોલીવુડ અભિનેત્રીને ડેટ કરી હતી. (ફોટોઃ સોશિયલ મીડિયા)
4/7
આ તે સમયે થયું જ્યારે ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટન્સીમાં 2007નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે જ વર્ષે એટલે કે 2007માં બોલિવૂડની મસ્તાની તરીકે જાણીતી દીપિકા પાદુકોણે પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દીપિકાને તેની પહેલી જ ફિલ્મથી જ સારી સફળતા મળી હતી.
5/7
આ દરમિયાન ધોની અને દીપિકાના અફેરના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર માત્ર ચર્ચામાં નથી આવ્યા પરંતુ ધોની અને દીપિકા ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. ધોની અને દીપિકા પણ રેમ્પ વોક માટે સાથે જોવા મળ્યા હતા.
6/7
આ સિવાય દીપિકા સ્ટેડિયમમાં ધોનીને ચીયર કરતી જોવા મળી હતી. એવું પણ કહેવાય છે કે દીપિકા પાદુકોણના કહેવા પર જ ધોનીએ પોતાના લાંબા વાળ કપાવ્યા હતા. તે સમયે ધોનીના લાંબા વાળ ખૂબ જ ટ્રેન્ડમાં હતા.
7/7
જોકે, ધોની અને દીપિકાની લવસ્ટોરી લાંબો સમય ચાલી નહોતી. આ લવ સ્ટોરી અંગે ધોની કે દીપિકાએ ક્યારેય કોઇ કોમેન્ટ કરી નથી.
Published at : 20 Apr 2024 05:18 PM (IST)