Photos: આ ચાર ટીમોનું IPLના પ્લે ઓફમાં રમવાનું લગભગ નક્કી, જુઓ તમામ ટીમોનું સમીકરણ
IPL 2024: પંજાબ કિંગ્સની ચેન્નઈ સુપર કિંગ્સ સામેની જીત બાદ પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે. જો કે પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ હજુ પણ ટોપ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળની રાજસ્થાન રોયલ્સ 9 મેચમાં 16 પોઈન્ટ સાથે ટોચ પર છે. જો કે પ્લેઓફની રેસમાં રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ છે. આ ટીમ પ્લેઓફમાં રમશે તે લગભગ નિશ્ચિત છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
કોલકાતા નાઈટ રાઈડર્સ 9 મેચમાં 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. અત્યાર સુધીમાં KKR 6 મેચ જીતી ચૂક્યું છે. જ્યારે શ્રેયસ અય્યરની ટીમને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ લખનઉ સુપર જાયન્ટ્સના 10 મેચમાં 12 પોઈન્ટ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ પછી પોઈન્ટ ટેબલ ખૂબ જ રસપ્રદ છે. વાસ્તવમાં ચોથા સ્થાને રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ, પાંચમા સ્થાને આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને છઠ્ઠા સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સ પાસે 10-10 પોઈન્ટ છે. જોકે, સારા નેટ રન રેટને કારણે ચેન્નઈ સુપર કિંગ્સ ચોથા સ્થાને યથાવત છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
સાતમા ક્રમની પંજાબ કિંગ્સ અને આઠમા ક્રમની ગુજરાત ટાઈટન્સના 8-8 પોઈન્ટ છે. આ પછી હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ 10 મેચમાં 6 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 10 મેચમાં 6 પોઈન્ટ સાથે દસમા સ્થાને છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
જો કે વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ રમશે તે લગભગ નિશ્ચિત છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રબળ દાવેદાર છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)