Photos: રાહુલ દ્રવિડથી લઇને ફાફ ડુ પ્લેસિસ સુધી, સાત કેપ્ટન છતાં ટ્રોફી જીતી શકી નથી RCB
RCB: અત્યાર સુધી આઈપીએલની 17 સીઝન થઈ ચૂકી છે, પરંતુ આરસીબીને સફળતા મળી નથી. આ 17 વર્ષમાં 7 મોટા નામોએ RCBની કેપ્ટનશીપ સંભાળી છે, પરંતુ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલની પ્રથમ સીઝન 2008માં રમાઈ હતી. અત્યાર સુધીમાં 17 સીઝન પસાર થઈ ચૂકી છે, પરંતુ RCB ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી છે. જો કે, આ 17 વર્ષમાં 7 મોટા નામોએ RCBની કેપ્ટનશીપ કરી, પરંતુ તે ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
રાહુલ દ્રવિડ IPLની પ્રથમ સીઝનમાં RCBનો કેપ્ટન હતો. આ પછી અનિલ કુંબલેએ IPL 2009માં કેપ્ટનશીપ સંભાળી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
અનિલ કુંબલે IPL 2009 અને IPL 2010માં RCBનો કેપ્ટન હતા. આ પછી ડેનિયલ વેટોરીએ IPL 2011 અને IPL 2012માં કેપ્ટનશિપની જવાબદારી લીધી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ડેનિયલ વેટોરી બાદ વિરાટ કોહલી લાંબા સમય સુધી RCBનો કેપ્ટન રહ્યો. વિરાટ કોહલીએ IPL 2021 સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કેપ્ટનશીપ કરી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
જો કે, આ દરમિયાન શેન વોટસને IPL 2017 સીઝનની 3 મેચોમાં કેપ્ટનની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ કેપ્ટનો IPL ટ્રોફી જીતવામાં સફળ ન થયા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા
IPL 2022 ની હરાજી પછી RCBએ ફાફ ડુ પ્લેસિસને પોતાનો કેપ્ટન બનાવ્યો. અત્યાર સુધી ફાફ ડુ પ્લેસિસે 3 સીઝન માટે આરસીબીની કેપ્ટનશીપ કરી છે પરંતુ તે સફળ થયો નથી. જોકે, ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન તરીકે ઘણો સફળ રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં RCBએ 56.25 ટકા મેચો જીતી હતી, પરંતુ ટ્રોફી જીતી શકી નહોતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)