Photos: IPS પિતાએ જોયું હતું શશાંકને ક્રિકેટર બનાવવાનું સપનું, હવે દીકરો બન્યો IPL સુપરસ્ટાર
Shashank Singh Story: પંજાબ કિંગ્સના શશાંક સિંહને આઈપીએલ 2024ની મોટી શોધ ગણવામા આવે છે. શશાંક પંજાબ માટે સતત શાનદાર બેટિંગ પ્રદર્શન કરી રહ્યો છે.IPL 2024માં શશાંક સિંહ સ્ટાર નહીં પરંતુ સુપરસ્ટાર બની ગયો છે. શશાંક પંજાબ કિંગ્સ માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. શશાંકને પંજાબે આઈપીએલ 2024 માટે મીની ઓક્શનમાં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું તમે જાણો છો કે શશાંક સિંહના પિતા IPS ઓફિસર છે. તેના પિતાએ જ શશાંકને ક્રિકેટર બનાવવાનું સપનું જોયું હતું. તમે પણ વિચારતા હશો કે IPS હોવા છતાં પિતાએ પુત્ર શશાંકને ક્રિકેટર બનાવવાનું સપનું કેમ જોયું?
શશાંકે પોતે ખુલાસો કર્યો હતો કે તેના પિતા ઇચ્છતા હતા કે તે ક્રિકેટમાં આગળ વધે. 'દૈનિક ભાસ્કર'ને આપેલા ઈન્ટરવ્યુમાં શશાંકે કહ્યું હતું કે, પાપાનું સપનું હતું કે હું ક્રિકેટર બનું.
શશાંકે વધુમાં કહ્યું, નાનપણમાં પિતા પોતે બોલિંગની પ્રેક્ટિસ કરતા હતા. તેમણે મને ઘરમાં ટર્ફ પિચ બનાવીને ક્રિકેટ રમવાનું શીખવ્યું હતું.
IPLની વર્તમાન સીઝનમાં શશાંક સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટૂર્નામેન્ટની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 262 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શશાંકે 28 બોલમાં 68* રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 2 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.
તે પંજાબ માટે ફિનિશર બની ગયો છે. આ પહેલા શશાંકે શાનદાર ઇનિંગ રમી હતી અને ગુજરાત સામે 61 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે તેની શાનદાર ઇનિંગ્સના કારણે હૈદરાબાદ સામે 46 રન અને મુંબઈ સામે 41 રન બનાવ્યા હતા.