In Pics: આવતા વર્ષે ધોની સહિતના આ પાંચ સ્ટાર ક્રિકેટર નહીં દેખાય IPLમાં, રમી રહ્યાં છે છેલ્લી IPL સિઝન
IPL 2024: અત્યારે ભારતમાં આઇપીએલ પુરજોશમાં ચાલી રહી છે, ક્રિકેટ ફેન્સ આઇપીએલ 2024ની મજા લઇ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે. તાજેતરમાં જ મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન કૂલ કદાચ છેલ્લી સિઝન રમી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની લગભગ 43 વર્ષનો થઇ ગયો છે. તાજેતરમાં, ઋતુરાજ ગાયકવાડે CSKની કમાન સંભાળી છે. એવું માનવામાં આવે છે કે IPL 2024 ધોનીની આઇપીએલની છેલ્લી સિઝન હશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. વળી, આ દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન લગભગ 40 વર્ષનો છે. તેથી, એવું માનવામાં આવે છે કે ફાફ ડૂ પ્લેસીસ IPL 2025 સિઝનમાં જોવા મળશે નહીં. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આરસીબીના બેટ્સમેન દિનેશ કાર્તિકનું ફોર્મ મિશ્ર રહ્યું છે. દિનેશ કાર્તિકે પંજાબ કિંગ્સ સામે શાનદાર ફિનિશિંગ કર્યું હતું, પરંતુ તે પછી તે ફોર્મ માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. તેથી એવું માનવામાં આવે છે કે 39 વર્ષીય દિનેશ કાર્તિક IPL 2025માં નહીં રમે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
મુંબઈ ઈન્ડિયન્સનો લેગ સ્પિનર પિયૂષ ચાવલા 35 વર્ષનો છે, પરંતુ આ ખેલાડીની ફિટનેસને જોઈને માનવામાં આવે છે કે તે આગામી સિઝનમાં રમી શકશે નહીં. પિયૂષ ચાવલા આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંથી એક છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ નથી. આ સિવાય શિખર ધવન IPLમાં સતત ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેથી એવું માનવામાં આવે છે કે 38 વર્ષીય શિખર ધવન IPL 2025માં રમી શકશે નહીં. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)