In Pics: IPLમાં સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીતનારા ટૉપ-5 ખેલાડીઓ
IPL 2024: આઈપીએલની પ્રથમ સિઝન 2008માં રમાઈ હતી. ટૂર્નામેન્ટની અત્યાર સુધી 16 સિઝન આવી છે, પરંતુ શું તમે જાણો છો કે અત્યાર સુધી સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ખેલાડીઓની યાદીમાં કોણ કોણ છે ટૉપ ઉપર ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં એબી ડી વિલિયર્સ નંબર વન પર છે. એબી ડી વિલિયર્સ IPL મેચોમાં રેકોર્ડ 25 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત, એબી ડી વિલિયર્સ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ક્રિસ ગેલે આઈપીએલમાં 22 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સિવાય ક્રિસ ગેલ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્મા 19 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ ઉપરાંત રોહિત શર્મા ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદનો ભાગ રહી ચૂક્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ડેવિડ વોર્નર IPLમાં 18 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે. દિલ્હી કેપિટલ્સ સિવાય તે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
વળી, મહેન્દ્રસિંહ ધોની આ યાદીમાં પાંચમા નંબર પર છે. IPL મેચોમાં કેપ્ટન કૂલ 17 વખત પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય તે રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સનો ભાગ રહી ચૂક્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)