IPL Records: આઈપીએલમાં ભુવનેશ્વર કુમારના નામે નોંધાયેલો છે આ અનોખો રેકોર્ડ, જાણો આઈપીએલના રેકોર્ડ
IPLમાં બોલિંગમાં વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ અલઝારી જોસેફના નામે છે. તેણે 12 રનમાં 6 વિકેટ લીધી છે. આ રેકોર્ડ આજદિન સુધી અકબંધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPLમાં સૌથી વધુ વિકેટ લેવામાં ડ્વેન બ્રાવો ટોચ પર છે. તેણે 183 વિકેટ લીધી છે.
IPLમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ આંદ્રે રસેલનો છે. તેણે 175.42ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
IPLમાં સૌથી વધુ ફોર મારવામાં શિખર ધવન ટોચ પર છે, તેણે આઈપીએલમાં 739 ચોગ્ગા ફટકાર્યા છે
આઈપીએલમાં સૌથી વધુ ડોટ બોલ ભુવનેશ્વર કુમારે ફેંક્યા છે. તેણે 1490 ડોટ બોલ ફેંક્યા છે.
IPLમાં સૌથી વધુ રન બનાવવામાં વિરાટ કોહલી મોખરે છે, તેણે અત્યાર સુધીમાં 6988 રન બનાવ્યા છે.
આઈપીએલમાં સૌથી બેસ્ટ ઈકોનોમી રાશિદ ખાનની છે. તેની ઈકોનોમી 6.58 છે.
IPLમાં સૌથી વધુ છગ્ગા મારવામાં ક્રિસ ગેઇલ ટોચ પર છે. તેણે 357 સિક્સર મારી છે
IPLમાં સૌથી વધુ વ્યક્તિ સર્વોચ્ચ સ્કોરના મામલે પણ ક્રિસ ગેઇલ મોખરે છે. તેના 175 રનનો રેકોર્ડ આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી.