Kim Sharmaએ બોયફ્રેન્ડ Leander Paesને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્માએ બોયફ્રેન્ડ લિએન્ડર પેસને તેના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. તેણે તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટાર ટેનિસ ખેલાડી લિએન્ડર પેસની ગર્લફ્રેન્ડ, એક્ટર કિમ શર્માએ શુક્રવારે તેના માટે ઇન્સ્ટાગ્રામ પર બર્થ-ડે પર ખાસ પોસ્ટ શેર કરી હતી.
અન્ય ફોટામાં લિએન્ડર અને કિમ કુકિગ ક્લાસમાં એક સાથે જોવા મળી રહ્યા છે.
તેણે તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે મારા સેક્સી, શાનદાર, રમુજી, દયાળુ, પ્રેમાળ, ડિઝની પ્રેમાળ, હેન્ડસમ, સોલમેટને જન્મદિવસની શુભેચ્છા. હું તને પ્રેમ કરું છુ.
લિએન્ડર પેસે કોમેન્ટમાં જવાબ લખ્યો હતો કે આભાર બેબી! તારી સાથે યાદો બનાવવી એ જીવન છે @kimsharmaofficial.
દિગ્દર્શક તરણ મનસુખાની અને અભિનેતા અમૃતા અરોરાએ કોમેન્ટમાં ટેનિસ દિગ્ગજને શુભેચ્છા પાઠવી હતી.લિએન્ડર પેસને ટેનિસના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે.
લિએન્ડર અગાઉ મોડલ રિયા પિલ્લઈ સાથે રિલેશનશિપમાં હતો, જેમની એક દીકરી છે. કિમ એક્ટર હર્ષવર્ધન રાણેને ડેટ કરી ચૂકી છે.
All Photo Credit: Instagram