ક્રિકેટની દુનિયાના 5 મોટા અને કમનસીબ કેપ્ટન, જે ક્યારેય નથી જીતી શક્યા ICC Trpohy, જુઓ લિસ્ટ
કમનસીબ કેપ્ટનશીપઃ ક્રિકેટની દુનિયામાં કેટલાય એવા કેપ્ટનો રહી ચૂક્યા છે, જે એક ખેલાડી તરીકે ટીમ અને દેશ માટે મહાન ક્રિકેટરોની કેટેગરીમાં સામેલ છે પરંતુ કેપ્ટન તરીકે કંઇ ખાસ કરી શક્યા નથી. આ લિસ્ટમાં અહીં અમે તમને એવા પાંચ કેપ્ટન બતાવી રહ્યા છીએ જે ક્યારેય ICC Trpohy નથી જીતી શક્યા. જુઓ...........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિવિયન રિચાર્ડ્સ (Vivian Richards) : વેસ્ટઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સે (Vivian Richards) વર્ષ 1980થી 1991 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 105 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી 67 મેચ જીતી, 36 મેચ હારી અને બે મેચ ટાઈ થઈ હતી. વિવિયન રિચાર્ડ્સ વેસ્ટઈન્ડિઝની ટીમને ICC ટ્રોફી સુધી પહોંચાડી શક્યા નથી.
ગ્રીમ સ્મિથ (Graeme Smith) : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથે (Graeme Smith) વર્ષ 2003થી 2011 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 150 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી 92 વનડે મેચ જીતી છે, 51 મેચ હાર્યા. સ્મિથની જીતની ટકાવારી 64.23 ટકા હતી. ગ્રીમ સ્મિથ પોતાના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ICC ટ્રોફી જીતાડી શક્યા નથી.
એ બી ડી વિલિયર્સ (AB de Villiers) : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એ બી ડી વિલિયર્સે (AB de Villiers) 2012થી 2017 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 103 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 59 વનડે મેચ જીતી છે અને 39 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એ બી ડી વિલિયર્સની જીતની એવરેજ 60.10 ટકા હતી. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2015ની ODI મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી.
મહેલા જયવર્દેને (Mahela Jayawardene) :મહેલા જયવર્દેનેએ 2004થી 2013 સુધી શ્રીલંકાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે 129 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી 71 વનડે મેચ જીતી છે અને 49 મેચ હારી હતી. મહેલા જયવર્દેનની જીતની એવરેજ 59.09 ટકા હતી. તેમણે 19 T20I મેચમાં શ્રીલંકાની ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાથી તેમણે 12 મેચ જીતી અને 6 મેચમાં હાર મળી હતી.
વિરાટ કોહલી (Virat Kohli) : વિરાટ કોહલીએ 2013થી 2021 સુધી 95 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 65 વનડે મેચમાં જીત મળી છે અને 27માં મેચમાં હારનો સ્વાદ ચાખ્યો છે. ટીમની જીતની સરેરાશ 70.43 ટકા હતી. તેમણે 50 T20I મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાથી તેમણે 30 મેચ જીતી છે અને 16 મેચ હારી છે. વિરાટ કોહલી ક્યારેય પણ ICC ટ્રોફી માટે ટીમનું નેતૃત્વ કરવામાં સફળ રહ્યા નથી. તેમની કેપ્ટનશીપમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પાકિસ્તાન સામે ફાઈનલમાં અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2019-21ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું.