'મૌકા મૌકા' જાહેરખબરમાં ચમકતો આ એક્ટર છે સૉફ્ટવેર એન્જીનિયર, જાણો કઈ ટોચની કંપનીમાં કર્યું છે કામ ?
Vishal_Malhotra
1/6
નવી દિલ્હીઃ હાલમાં ટી20 વર્લ્ડકપ શરૂ થઇ ગયો છે, અને આગામી 24 ઓક્ટોબરે બે કટ્ટર પ્રતિદ્વંદ્વી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચને લઇને બન્ને દેશો વચ્ચે તણાવ શરૂ થઇ ગયો છે. બન્ને દેશો આ મેચને લઇને જાહેરખબરો બનાવવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે મોકો મોકા એડ ફરીથી સામે આવી છે અને ટીવી પર ધૂમ મચાવી રહી છે. આ જાહેરખબરમાં પાકિસ્તાન ફેન બતાવવામાં આવ્યો છે, ખરેખરમાં એક એક્ટર છે, જાણો છો કોણ છે તે....
2/6
મોકા મોકા એડમાં દેખાઇ રહેલો શખ્સ એક એક્ટર છે અને તે પાકિસ્તાની નથી પરંતુ ભારતીય છે. આ જાહેરખબરમાં જે શખ્સ ફટાડડા લઇને ફરી રહ્યો છે. તેને માત્ર ને માત્ર પાકિસ્તાનની જીતની રાહ છે, પરંતુ દરેક વખતે તેનુ સપનુ અધુરુ રહી જાય છે. આ જાહેરખબરમાં પાકિસ્તાની ફેનનુ કેરેક્ટર ખરેખરમાં દિલ્હીના રહેવાસી એક્ટર વિશાલ મલ્હોત્રાએ નિભાવ્યુ છે.
3/6
વિશાલનુ કહેવુ છે કે મોકા મોકા એડે તેની લાઇફ બદલી નાંખી છે અને તેના કારણે તેને ઇન્ડસ્ટ્રીમાં કેટલાય મોકા મળ્યા છે. તે એક સૉફ્ટવેર એન્જિનીયર છે અને કેટલાય વર્ષો સુધી એક ટોચની મલ્ટીનેશનલ કંપની Accentureમાં કામ પણ કર્યુ છે. તે વર્ષ 2012માં દિલ્હીથી મુંબઇ આવ્યો હતો.
4/6
મુંબઇ આવ્યા બાદ વિશાલ મલ્હોત્રાને ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. આ બધાની વચ્ચે તેને ફિલ્મ રાગીણી એમએમએસ 2માં એક કેમિયો કરવાનો મોકો મળ્યો હતો. આ પછી તેને મોકો મોકા એડની ઓફર આવી.
5/6
વિશાલનુ કહેવુ છે કે એડ મેકરને એક એવા કેરેક્ટરની શોધ હતી જે થોડોઘણો પાકિસ્તાની જેવો દેખાય. મારુ સિલેક્શન આના આધારે થયુ અને એડ શૂટ કરાઇ.
6/6
વિશાલ આગળ બતાવે છે કે, જ્યારે ભારત જીતતુ હતુ ત્યારે મારુ રડતો ચહેરો લોકો ફેસબુક પર શેર કરતા હતા, આ રીતે હું રાતોરાત લોકોની વચ્ચે લોકપ્રિય બની ગયો.
Published at : 20 Oct 2021 12:34 PM (IST)