MS Dhoni Net Worth: દર મહિને કરોડોની કમાણી કરે છે એમ.એસ.ધોની, લક્ઝરી કર અને બાઈકનું કલેક્શન છે, જુઓ Photos

MS_Dhoni_CSK_2022

1/6
MS Dhoni Net Worth: મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોમાંથી એક છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ રમી રહ્યાં છે. ધોની વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે.
2/6
શું તમે જાણો છો કે એમએસ ધોનીને લક્ઝરી કાર અને બાઈક રાખવાનો શોખ છે. ધોની આ બાઈક અને કાર સાથે ઘણી વખત જોવા મળ્યો છે. તેણે તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરી છે.
3/6
મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ દર મહિને કરોડોની કમાણી કરે છે. આઈપીએલ સિવાય તે ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો કરે છે. ધોની પાસે બાઈક અને કારનું શાનદાર કલેક્શન છે.
4/6
શું તમે જાણો છો મહેન્દ્ર સિંહ ધોની એક વર્ષમાં કેટલી કમાણી કરે છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેન્દ્ર સિંહ ધોનીની સંપત્તિ 800 કરોડ રૂપિયાથી વધુ છે. તે જાહેરાત અને ક્રિકેટમાંથી દર વર્ષે લગભગ 50 કરોડની કમાણી કરે છે.
5/6
ધોની પાસે રેન્જ રોવર, ઓડી, BMW, મર્સિડીઝ, ટોયોટા, હમર અને મહિન્દ્રા જેવી અનેક લક્ઝરી કારનું કલેક્શન છે જેની કિંમત લાખો રૂપિયા છે. કેટલીક કારની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
6/6
ધોનીને બાઇકનો પણ ઘણો શોખ છે અને તેની પાસે એકથી વધુ બાઇક છે. ધોની પાસે બુલેટ, હાયાબુસા, કાવાસાકી નિન્જા, યામાહા આર1, યામાહા થંડરકેટ અને ડુકાટી 1098 જેવી લક્ઝરી બાઇક છે, જેની કિંમત લાખો રૂપિયા છે.
Sponsored Links by Taboola