Happy B'Day: ઓલિમ્પિકનો બાજીગર છે માઇકલ ફેલ્પ્સ, પાણીમાં રહીની જીતી લીધી આખી દુનિયા, જાણો રોચક ફેક્ટ્સ
HBD : માઈકલ ફેલ્પ્સ-, તમે કોઇ તરવૈયાને ફોલો કરતા હોય કો ના કરતાં હોય પરંતુ તમે માઇકલ ફેલ્પ્સનુ નામ જરૂર સાંભળ્યુ હશે, 1986માં જન્મેલા માઇકલ ફેલ્પ્સે 37 વર્ષની નાની ઉંમરે બહુ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાઇકલ ફેલ્પ્સ આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે. 30 જૂન 1985ના રોજ યુએસના મેરિલેન્ડના બાલ્ટીમૉરમાં આ મહાન તરવૈયા માઇકલ ફેલ્પ્સનો જન્મ થયો હતો, ખાસ વાત છે કે માઇકલ ફેલ્પ્સ આજે દુનિયાનો સૌથી સફળ ઓલિમ્પિયન છે, તેના નામે અનેક મોટા રેકોર્ડ નોંધાયેલા છે, જાણો તેના જન્મદિવસ નિમિત્તે તેની જીવની વિશે......
કેટલા ખિતાબ- 6 ફૂટ ચાર ઇંચ લાંબા માઇકલ ફેલ્પ્સના નામે 23 ઓલિમ્પિક ગૉલ્ડ, 3 સિલ્વર, 2 બ્રૉન્ઝ મેડલ છે. આ ઉપરાંત 8 વર્લ્ડ સ્વિમર ઓફ ધ ઇયર, 2 FINA એવોર્ડ પણ મળ્યા છે.
ઓલિમ્પિકમાં રેકોર્ડ - ફેલ્પ્સ ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી સફળ એથ્લેટ છે, તેના નામે સૌથી વધુ ઓલિમ્પિક ગૉલ્ડ, પ્રાઇવેટ ઇવેન્ટમા સૌથી વધુ ઓલિમ્પિક ગૉલ્ડ (13) અને પ્રાઇવેટ ઇવેન્ટમાં સૌથી વધુ ઓલિમ્પિક મેડલ (16) નોંધાયેલા છે.
મેડલ જ મેડલ - મોટી ઇન્ટરનેશનલ મેચોમાં તેના નામે સૌથી વધુ 82 મેડલ છે, તેમાં 65 ગૉલ્ડ, 14 સિલ્વર અને 3 બ્રૉન્ઝ મેડલ છે, આમાં ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયીનશીપ અને પેન પેસિફિક ચેમ્પિયનશીપ સામેલ છે.
કરી દીધો કમાલ - ફેલ્પ્સને બાળપણમાં ADHDની સમસ્યા હતી, આ કારણે તેને સ્પેશ્યાલિસ્ટોએ સ્વીમિંગ કરાવવાની સલાહ આપી અને બાદ તે ઇતિહાસનો એક મોટો સ્વીમર બની ગયો. ફેલ્પ્સે સાત વર્ષની ઉંમરમાં સ્વીમિંગ શરૂ કર્યુ.
આટલી છે કેલૉરી - પોતાની ટ્રેનિંગની પીક પર તે દરરોજ 8000 થી 10000 કેલૉરી ખાતો હતો, તેની ટૉપ સ્વીમિંગ સ્પીડ 6 મીલ પ્રતિ કલાક એટલે કે લગભગ 9.66 kmph સુધી પહોંચી જતી હતી.
પત્ની અને બાળકો - માઇકલ ફેલ્પ્સે વર્ષ 2016માં તેની પ્રેમિકા નિકૉલ જૉનસન સાથે લગ્ન કરી લીધા, બન્નેને ત્રણ બાળકો છે, જેમના નામ બૂમર રૉબર્ટ્સ ફેલ્પ્સ, બેકેટ રિચાર્ડ ફેલ્પ્સ, મેવરિક નિકૉલસ ફેલ્પ્સ છે.
માઇકલ ફેલ્પ્સ વિશે - માઇકલ ફેલ્પ્સના કેટલાક નિકનેમ છે, જેમાં તેને લોકો ફ્લાઇંગ ફિશથી લઇને ગૉટ એટલે કે ગ્રેટેસ્ટ ઓલ ટાઇમ, મીસ્ટર સ્વીમિંગ સુપરમેન અને ધ બાલ્ટીમેર બૂલેટ તરીકે ઓળખે છે.