હોકીમાં ભારતની હાર થતાં ધ્રુસકે ધ્રુસકે રડી સવિતા પુનિયા, બ્રિટનની ખેલાડીએ આપી સાંત્વના
ભારતીય મહિલા હોકી ટીમનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું તૂટી જ્યારે બ્રિટને ટોક્યો ઓલિમ્પિકમાં રોમાંચક બ્રોન્ઝ મેડલ મુકાબલામાં તેમને 4-3થી હરાવ્યા. ભારતીય મહિલા ટીમે પહેલેથી જ સેમીફાઈનલમાં પહોંચીને સફળતાના નવા માપદંડો સર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રથમ બે ક્વાર્ટરમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 0-2થી પાછળ ચાલી રહી હતી. જોકે બાદમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્રણ ગોલ ફટકારીને ટીમ 3-2થી લીડ મેળવી લીધી હતી.
જોકે બાદમાં ફરીથી બ્રિટેને ગેમમાં વાપસી કરી હતી અને એક ગોલ ફટકારીને 3-3થી મેચ બરાબરી પર લાવી દીધી હતી. જોકે બાદમાં ચોથા ક્વાર્ટરમાં ફરી બ્રિટને વાપસી કરી હતી અને વધુ એક ગોલ ફટકારીની બ્રિટેને 4-3થી લીડ મેળવી લીધી હતી.
આ પહેલા મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં પરાજય થયો હતો. આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. બાદમાં આજે બ્રિટેન સામે બ્રોન્ઝ મેડલ માટે મેચમાં રમવા ટીમ ઉતરી હતી.
ઓલિમ્પિકમાં ભારતનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 1980 માં હતું જ્યારે મહિલા ટીમ ચોથા સ્થાને રહી હતી. તે સમયે કોઈ સેમીફાઈનલ નહોતી અને છ ટીમો રાઉન્ડ રોબિન ધોરણે રમાઈ હતી, જેમાંથી બે ફાઇનલમાં પહોંચી હતી.
ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી.
જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા. અને અંતે સેમી ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમની 2-1થી હાર થઈ હતી.