Paris Olympics 2024: પતિએ 9 અને પત્નીએ જીત્યા 6 મેડલ, આ છે ઓલિમ્પિકની સૌથી સફળ જોડી
Olympics 2024: ઓલિમ્પિક 2024ની શરૂઆત પહેલા અમે તમને રમતગમતના મહા કુંભના સૌથી સફળ કપલ્સ વિશે જાણકારી આપીશું. આ કપલે કુલ 15 મેડલ જીત્યા છે.પેરિસમાં રમાનાર ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થશે. રમતગમતના આ મહાકુંભમાં વિશ્વના વિવિધ દેશોના ખેલાડીઓ ભાગ લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન અમે તમને ઓલિમ્પિકના સૌથી સફળ કપલ વિશે જણાવીશું. જેસન કેની ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ટ્રેક સાયકલ સવાર છે. કેની વ્યક્તિગત અને ટીમ સ્પ્રિન્ટમાં નિષ્ણાત છે. કેનીએ ઓલિમ્પિકમાં કુલ 9 મેડલ જીત્યા જેમાં 7 ગોલ્ડનો સમાવેશ થાય છે.
જેસન કેનીની પત્ની Laura kenny પણ ભૂતપૂર્વ બ્રિટિશ સાઇકલિસ્ટ છે. તેણે કુલ 6 મેડલ જીત્યા છે જેમાં 5 ગોલ્ડનો સમાવેશ થાય છે.
Laura kennyએ ખુલાસો કર્યો હતો કે તેમની મીટિંગ સારી રહી ન હતી. જેસન તેની મીટિંગ દરમિયાન તેની કોફી પર વધુ ધ્યાન આપતો હતો.
જોકે, ધીરે ધીરે બંને નજીક આવ્યા. ત્યારબાદ બંને 2012 ઓલિમ્પિકમાં કિસ કરતા જોવા મળ્યા હતા. આ ઓલિમ્પિકમાં વોલીબોલમાં કિસ કરતા બંનેની તસવીર વાયરલ થઈ હતી.
ત્યારબાદ 2016માં રિયો ઓલિમ્પિક બાદ જેસન અને Laura kennyએ લગ્ન કરી લીધા. આ રીતે બંને ઓલિમ્પિકના સૌથી સફળ કપલ બની ગયા.