Danushka Gunathilaka જ નહીં, આ પાંચ દિગ્ગજો ક્રિકેટરો પર પણ લાગ્યો છે રેપનો આરોપ, જાણો
Danushka Gunathilaka: ક્રિકેટરની દુનિયાના અજીબોગરીબ છે, ક્યારેય મેદાન પર તો ક્યારેય મેદાનની બહાર કોઇને કોઇ વિવાદ થતો રહે છે, તાજેતરમાં જ શ્રીલંકાના ઓપનર બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકા ચર્ચામાં આવ્યો છે, દાનુષ્કા ગુનાથિલકા પર એક મહિલાએ રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં દાનુષ્કા ગુનાથિલકા ઓસ્ટ્રેલિયન પોલીસની પકડમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાનુષ્કા ગુનાથિલકા - શ્રીલંકન ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલકા પર ટી20 વર્લ્ડકપ 2022 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રેપનો આરોપ લાગ્યો છે, એક 29 વર્ષીય મહિલાએ આ આરોપ લગાવ્યો છે. આરોપોની પ્રાથમિક તપાસ બાદ સિડની પોલીસે દાનુષ્કા ગુનાથિલકાની ટીમી હૉટલમાંથી ધરપકડ કરી લીધી હતી. હાલમાં તે ઓસ્ટ્રેલિયામાં જ છે, જ્યાં શ્રીલંકા ક્રિકેટે આ કેસ સામે આવ્યા બાદ તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો. એટલે કે તે હવે રેપનો કેસ સામે આવ્યા બાદ કોઇપણ પ્રકારના ફોર્મેટમાં ક્રિકેટ નહીં રમી શકે.
મખાયા એન્ટીની - આ લિસ્ટમાં સૌથી મોટુ નામ મખાયા એન્ટીનીનુ છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બૉલર મખાયા એન્ટીની પર વર્ષ 1999માં એક 22 વર્ષની વિદ્યાર્થીનીએ રેપનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીની અનુસાર, મખાયા એન્ટીનીએ ટૉયલેટ રૂમમાં તેની સાથે રેપ કર્યો હતો, આ પછી મખાયા એન્ટીનીની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને જેલમાં ધકેલી દેવામા આવ્યો હતો. જોકે, લાંબા સમય સુધી મખાયા એન્ટીનીએ આ કેસમાં પોતાને નિર્દોષ ઠેરવવા કાનૂની લડાઇ લડી હતી.
શોએબ અખ્તર - પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તર પર પણ રેપનો આરોપ લાગી ચૂક્યો છે. વર્ષ 2005માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એક મહિલાએ તેના પર રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેને ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પાછો મોકલી દીધો હતો. આ કિસ્સો ખાસ હાઇલાઇટ ન હતો થયો, આ કિસ્સો ખુદ શોએબ અખ્તરે એક ચેટ શૉમાં બતાવ્યો હતો.
રુબેલ હૂસૈન - બાંગ્લાદેશના ફાસ્ટ બૉલર રૂબેલ હૂસૈન પર વર્ષ 2015માં તેની પાર્ટનરે રેપનો આરોપ લગાવ્યો હતો. મહિલાનુ કહેવુ હતુ કે, રૂબેલે લગ્નની લાલચ આપીને તેની સાથે રેપ કર્યો છે. આ આરોપ રૂબેલની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
અમિત મિશ્રા - પૂર્વ ભારતીય સ્પીનર અમિત મિશ્રા પણ આ લિસ્ટમાં સામેલ છે. લેગ સ્પિનર અમિત મિશ્રા પર તેની એક મહિલા મિત્રએ રેપનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 2015માં લાગેલા આ આરોપ બાદ બેંગ્લૉર પોલીસે અમિત મિશ્રાની ધરપકડ કરી લીધી હતી. જોકે, થોડાક કલાકો બાદ જ તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.