કોહલીના 'સૌથી મોટા દુશ્મન' આ બૉલરે અચાનક લઈ લીધી નિવૃત્તિ, જાણો કોહલીને કેટલી વાર કર્યો છે આઉટ ?
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના સૌથી મોટા દુશ્મને ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સન્યાસની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલી જે વિરાટ કોહલી માટે ટેઢી ખીર સાબિત થયો છે, તેને પોતાના અચાનક સન્યાસથી ફેન્સને ચોંકાવી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોઇન અલી હવે ટેસ્ટ ક્રિકેટને છોડીને વનડે અને ટી20 ફોર્મેટ પર ફોકસ કરશે. મોઇન અલીએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ભારત વિરુદ્ધ 2 થી 6 સપ્ટેમ્બર 2021ની વચ્ચે ઓવલના મેદાન પર રમી હતી.
34 વર્ષીય ઓફ સ્પિન ઓલરાઉન્ડર મોઇન અલી પોતાની કેરિયરની હવે લાંબી કરવા માંગે ચે. આવામાં તેને 64 ટેસ્ટ મેચો બાદ જ સન્યાસની જાહેરાત કરી દીધી. મોઇન અલી હાલ આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે.
મોઇન અલીનુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલી વિરુદ્ધ બેસ્ટ રેકોર્ડ રહ્યો છે. મોઇન અલી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10 વાર આઉટ કરી ચૂક્યો છે. મોઇન અલીએ પોતાની ફિરકીમાં વિરાટને સૌથી વધુ વાર ફસાવ્યો છે.
કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વાર આઉટ કરનારા સ્પીનર્સ- 10 વાર- મોઇન અલી, 9 વાર - આદિલ રશીદ, 8 વાર- ગ્રીમ સ્વાન, 7 વાર - એડમ જામ્પા, 7 વાર - નાથન લિયૉન.
મોઇન અલી આ વર્ષ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડિસેમ્બરમાં શરૂ થઇ રહેલી એશેઝ સીરીઝમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનુ મોટુ હથિયાર માનવામાં આવી રહ્યું હતુ. પરંતુ તેને પોતાના સન્યાસની જાહેરાતથી ફેન્સને ચોંકાવી દીધા છે.
મોઇન અલી ટીમની અંદર બહાર થયો છે. તેને પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ શ્રીલંકા વિરુદ્ધ 2014માં લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર કર્યુ હતુ. મોઇન અલીએ ઇંગ્લેન્ડ તરફથી 64 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 111 ઇનિંગમાં મોઇન અલીએ 28.29 ની એવરેજથી 2914 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 14 ફિફ્ટી સામેલ છે.
આ ઉપરાંત 36.66ની એવરેજથી કુલ 195 વિકેટો પણ ઝડપી છે. મોઇન 13 વાર ચાર અને પાંચ વાર પાંચ વિકેટો લઇ ચૂક્યો છે. ઇંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયામાં એશેઝ સીરીઝ રમવાની છે. 64 ટેસ્ટ ઉપરાંત મોઇન અલી 112 વનડે અને 38 ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમી ચૂક્યો છે.