એક ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદીનો વર્લ્ડ રેકોર્ડ છે આ ભારતીયના નામે, સચિન ના કરી શક્યો પણ દ્રવિડે બે વાર કર્યું છે પરાક્રમ
નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં અનેક પ્રકારના રેકોર્ડ બની ગયા છે. જેમાં મોટા ભાગના રેકોર્ડમાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરનુ નામ સામેલ હોય છે. પરંતુ એક રેકોર્ડ એવો છે જેમાં સચીનનુ નામ નથી. ટેસ્ટમાં સદીઓમાં સચીન અવ્વલ છે, પરંતુ એક જ ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં સદી ફટકારવાના મામલામાં સચીન ક્યારેય સફળ થઇ શક્યો નથી. આ લિસ્ટમાં પૂર્વ કેપ્ટન અને હાલનો ભારતીય હેડ કૉચ રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર સામેલ છે. જુઓ લિસ્ટ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજય હઝારે – 116 અને 145 (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા)- વિજય હઝારેએ ઓસ્ટ્રેલિયા સામે 1947-48માં એડિલેડ ટેસ્ટમાં એક ટેસ્ટમાં બે સદી ફટકારી હતી, પ્રથમ ઇનિંગમાં 116 અને બીજી ઇનિંગમાં 145 રન બનાવ્યા હતા.
અજિંક્યે રહાણે – 127 અને 100 (વિરુદ્ધ સાઉથ આફ્રિકા) - અજિંક્યે રહાણેએ 2015ની દિલ્હી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ ઇનિંગમાં 127 રન અને બીજી ઇનિંગમાં 100 રનની રમત રમી હતી. એક જ ટેસ્ટમાં રહાણેએ બે સદી ફટકારી હતી.
વિરાટ કોહલી – 115 અને 141 (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા)- વિરાટ કોહલીએ પણ એક ટેસ્ટની બન્ને ઇનિંગમા સદી ફટકારાનો રેકોર્ડ બનાવ્યો છે, વર્ષ 2014માં વિરાટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ઇનિંગમાં 115 રન અને બીજી ઇનિંગમાં 141 રનની દમદાર ઇનિંગ રમી હતી.
રોહિત શર્મા – 176 અને 127 (વિરુદ્ધ સાઉથ આફ્રિકા)- વર્ષ 2019માં વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રોહિત શર્માએ આ કારનામુ કર્યુ છે, તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 176 રન અને બીજી ઇનિંગમાં 127 રન ફટકાર્યા હતા. તેને બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી.
રાહુલ દ્રવિડ – 190 અને 103 (વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ)- રાહુલ દ્રવિડ એવો ખેલાડી છે જેને આ કારનામુ બે વાર કરી બતાવ્યુ છે. રાહુલ દ્રવિડે 1999માં ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 190 રન અને બીજી ઇનિંગમાં 103 રન ફટકાર્યા હતા.
રાહુલ દ્રવિડ – 110 અને 135 (વિરુદ્ધ પાકિસ્તાન)- પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે બીજીવાર કટ્ટર હરિફ પાકિસ્તાન સામે આ પરાક્રમ કર્યુ હતુ, દ્રવિડે વર્ષ 2005માં રમાયેલી પાકિસ્તાન સામેની કોલકત્તા ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 110 રન અને બીજી ઇનિંગમાં 135 રન બનાવ્યા હતા. આમ રાહુલ દ્રવિડે એકજ ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં બે -બે વાર સદી બનાવી છે.
સુનીલ ગાવસ્કર – 124 અને 220 (વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ), 111 અને 137 (વિરુદ્ધ પાકિસ્તાન) 111 અને 182* (વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ) - આ લિસ્ટમાં સુનીલ ગાવસ્કર એકમાત્ર એવો ભારતીય ખેલાડી છે જેને એક ટેસ્ટની બન્ને ઇનિંગમાં ત્રણ વાર સદીઓ ફટકારી છે. પ્રથમ વખત 1971માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સુનીલ ગાવસ્કરે પ્રથમ ઇનિંગમાં 124 અને બીજી ઇનિંગમાં 220 રન બનાવ્યા હતા. બીજીવાર સુનીલ ગાવસ્કરે 1978માં કરાંચી ટેસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 111 રન અને બીજી ઇનિંગમાં 137 રન કર્યા હતા. ત્રીજીવાર સુનીલ ગાવસ્કરે ફરીથી 1978માં વેસ્ટ ઇન્ડિઝ સામે પુનરાવર્તન કર્યુ અને ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 111 રન અને બીજી ઇનિંગમાં 182 રન નૉટ આઉટ રહ્યાં હતા. આમ સુનીલ ગાવસ્કરનો એક ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં ત્રણ વાર સદી ફટકારવાનો વિક્રમી રેકોર્ડ નોંધાયેલો છે.