ક્રિકેટમાં ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયા આ ચાર ખેલાડી, એક છે ભારતીય, નામ જાણીને ચોંકી જશો તમે...........

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ઘણીબધી ઘટનાઓ એવી છે જેને ક્યારેય ભૂલી શકાતી નથી અને રેકોર્ડ બુકમાં નોંધાઇ જાય છે. આવી જ ઘટનાઓમાં એક ઘટના એવી છે જેમાં ક્રિકેટમાં એવા ચાર બેટ્સમેનો છે જે ક્યારેય શૂન્ય રન પર આઉટ થયા નથી. જાણો નામો વિશે......
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બ્રેન્ડેન નેશ - બ્રેન્ડેન નેશ વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સ્ટાર બેટ્સમેન છે, તેને વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટેસ્ટમાં 40 ઇનિંગ રમી છે અને ક્યારેય શૂન્ય પર આઉટ થયો નથી. તેને 21 ટેસ્ટ અને 9 વનડે મેચો રમી છે.

જેક્સ રૂડૉલ્ફ - દક્ષિણ આફ્રિકન ક્રિકેટર બેટ્સમેન જેક્સ રૂડૉલ્ફ પણ ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયો. તેને 45 વનડે મેચો રમી છે અને 1 હજાર રન બનાવ્યા છે.
કેપ્લર વેસલ્સ - દક્ષિણ આફ્રિકન સ્ટાર કેપ્લર વેસલ્સ પણ ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયા, તેને આફ્રિકન ટીમની ક્રિકેટમાં વાપસી કરાવી હતી. કેપ્લર વેસલ્સે 109 વનડે મેચ રમી છે.
યશપાલ શર્મા - આ લિસ્ટમાં એક ભારતીય ક્રિકેટર યશપાલ શર્માનુ નામ પણ સામેલ છે, યશપાલ શર્મા ક્યારેય ક્રિકેટમાં શૂન્ય રન પર આઉટ નથી થયો. યશપાલ શર્માએ ભારત માટે 42 વનડે મેચો રમી છે.