ત્રીજી ટેસ્ટમાંથી બહાર થયો ઇંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી, કોહલી માટે દરેક મેચમાં બનતો હતો માથાનો દુઃખાવો, જાણો વિગતે
મોઇન અલી The Hundredમાં બર્મિઘમ ફિનિક્સ ટીમના કેપ્ટન છે, અને તેમની ટીમે સૌથી પહેલા ફાઇનલમાં જગ્યા બનાવી છે. The Hundredની ફાઇનલ મેચ 21 ઓગસ્ટે રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે, જેમાં ત્રીજી મેચ આગામી 25 ઓગસ્ટે લીડ્સમાં રમાશે.
રિપોર્ટ છે કે, બીજી ટેસ્ટ હાર્યા બાદ ઇંગ્લેન્ડ ટીમે મોટો ફેંસલો લીધો છે, ટીમે મોઇન અલીને ત્રીજી ટેસ્ટમાંથી બહાર કરી દીધો છે.
ખરેખરમાં મોઇન અલીને The Hundredની ફાઇનલમા રમવાની પરમીશન આપવામાં આવી છે. ખાસ વાત છે કે મોઇન અલી દરેક મેચમાં કોહલી માટે માથાનો દુઃખાવો બનતો હતો. મોઇન અલીની બૉલિંગમાં સૌથી વધુ 8 વાર કોહલી આઉટ થયો છે. કોહલીને હંમેશાથી મોઇન અલીની બૉલિંગ રમવી અઘરી પડતી હતી.
ફાઇનલ બર્મિઘમની ટીમ કોની સામે ટકરાશે તેને ફેંસલો શુક્રવારે એલિમિનેટર મેચ બાદ થશે. એલિમિનેટર મેચ સાઉથર્ન બ્રેવ અને ટ્રેન્ટ રૉકેટ્સની વચ્ચે રમાશે.
કોહલીને સૌથી વધુ વાર આઉટ કરનારા સ્પીનર્સ...... 9 વાર - આદિલ રશીદ, 8 વાર - મોઇન અલી, 8 વાર - ગ્રીમ સ્વાન, 7 વાર - એડમ જામ્પા, 7 વાર - નાથન લિયૉન,