આ 5 મૂળ ભારતીય ઈન્ટરનેશનલ સ્તરે વિદેશ ટીમના કેપ્ટન બન્યા, જાણો તમામની વિગતો
મુંબઈઃ ભારતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે તેમાં શંકા નથી. ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળે એ બહુ મોટી સિધ્ધી મનાય છે. ભારતીયોને ક્રિકેટનું એવું વળગણ છે કે, વિદેશમાં રહેતા ભારતીયો પણ ક્રિકેટ પાછળ ગાંડા છે. તેના કારણે વિદેશ ટીમમાંથી ઘમા ભારતીયો ક્રિકેટ રમ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના સંખ્યાબંધ ખેલાડીઓ ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝિલેન્ડ જેવા દેશોમાંથી રમ્યાછે. ભારતીય મૂળના કેટલાંક ખેલાડીઓ વિદેશી ટીમના કેપ્ટન પણ બન્યા છે. આ ખેલાડીઓની વિગતો અહીં પ્રસ્તુત છે.
રોહન કન્હાઇ (વેસ્ટ ઇન્ડિઝ) વેસ્ટ ઇન્ડિઝની ટીમ 1970ના દાયકામાં વિશ્વમાં શ્રેષ્ઠ હતી. એ વખતે ભારતીય મૂળના ક્રિકેટર રોહન કન્હાઇ કેરિબિયન ટીમના કેપ્ટન બન્યાં હતા. કન્હાઇ 1972થી 1974 દરમિયાન 13 ટેસ્ટ મેચમાં વેન્ડિઝ ટીમના કેપ્ટન રહ્યાં હતા. રોહન કન્હાઈ પરથી જ સુનિલ ગાવસકરે પોતાના દીકરાનું નામ રોહન રાખ્યું હતું.
હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) દક્ષિણ આફ્રિકન ટીમનો કેપ્ટન બનેલો હાશિમ અમલા મૂળ ગુજરાતી પરિવારમાંથી આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ પછી આમ્લા આફ્રિકા માટે રન મશીન બન્યો હતો. અણલા 14 ટેસ્ટમાં કેપ્ટન રહ્યા હતો અને તેમાંથી ચાર મેચમાં આફ્રિકાનો પરાજય અને બે ટેસ્ટમાં વિજય થયો હતો. અમલા 9 વન-ડે મેચ અને બે ટ્વેન્ટી-20માં પણ આફ્રિકાનો કેપ્ટન હતો.
નાસર હુસેન ભારતીય મૂળના સૌથી જાણીતા ખેલાડીઓમાં નાસર હુસેનનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બનેલા નાસર હુસેનનો જન્મ 28 માર્ચ 1968ના રોજ ચેન્નાઇમાં થયો હતો. ટીમના કેપ્ટન તરીકે તે 45 ટેસ્ટ અને 56 વન-ડે રમ્યો હતો. હુસેનની કપ્તાની હેઠળ ઇંગ્લેન્ડનો 17 ટેસ્ટ અને 28 વન ડે મેચોમાં વિજય થયો હતો. ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનમાં તેનો સમાવેશ થાય છે.
લિસા સ્થાલેકર (ઓસ્ટ્રેલિયા) ઓસ્ટ્રેલિયા વતી રમનારી લિસા સ્થાલેકર સૌથી વધુ લોકપ્રિય મહિલા ક્રિકેટર છે. વન-ડે ઇન્ટરનેશનલમાં 1,000 રન અને 100 વિકેટ લેનારી તે પ્રથમ મહિલા ક્રિકેટર છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન રહી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશનમાં પ્રથમ મહિલા બોર્ડ સભ્ય પણ છે. લિસા સ્થાલેકર 2007 અને 2008માં ઓસ્ટ્રેલિયા વુમન ક્રિકેટર ઓફ ધ યર બની હતી. 2008માં આઇસીસી રેન્કિંગમાં તે નંબર વન વુમેન ઓલ રાઉન્ડર બની હતી. જોગાનુજોગ તે નંબર વન ઓલ રાઉન્ડર તરીકે નિવૃત પણ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં સ્થાલેકરનો આઇસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ થયો હતો.
આસિફ કરિમ (કેન્યા) મૂળ ભારતીય આસિફ કરિમ કેન્યાની ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન છે. તેને કુલ 34 વન-ડે મેચ રમી હતી અને 21 વન-ડેમાં કેન્યાની કપ્તાની કરી હતી. આ પૈકી છ મેચમાં કેન્યાનો વિજય થયો હતો. આસિફનો જન્મ કેન્યાના મોમ્બાસા ટાઉનમાં ભારતીય પરિવારમાં થયો હતો.