ભારતના ક્યા મિસ્ટર કૂલ કેપ્ટને ધોનીને જાહેરમાં જોરદાર ખખડાવ્યો હતો? ધોનીએ બીજી મેચમાં શું કર્યું?
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે કેટલીક જુની યાદોના કિસ્સાને યાદ કરતા કહ્યું કે રાહુલ દ્રવિડને બહુ જલ્દી ગુસ્સો નથી આવતો, પરંતુ એકવાર રાહુલ દ્રવિડ જોરદાર ગુસ્સો થયો હતો. સહેવાગે કહ્યું કે, પરંતુ એકવાર મહેન્દ્ર સિંહ ધોનીને દ્રવિડના ગુસ્સાનો શિકાર થવુ પડ્યુ હતુ, આ સંદર્ભ તાજેતરમાં જાહેરાતનો હતો. જેમાં દ્રવિડ ખુબ ગુસ્સામાં છે, અને જે સોશ્યલ મીડિયાપર ખુબ ટ્રેન્ડ કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે સહેવાગને પુછવામાં આવ્યુ કે દ્રવિડ ક્યારેય ગુસ્સે થાય છે તો તેને કહ્યું આવુ એકવાર થયુ હતુ, તેને કહ્યું- મે રાહુલ દ્રવિડને ગુસ્સે થતો જોયો છે, જ્યારે અમે પાકિસ્તાનમાં હતા, અને ત્યારે ધોની ટીમમાં નવો હતો, ધોનીએ એક શૉટ રમ્યો અને તે કેચ આઉટ થઇ ગયો. ત્યારે દ્રવિડ ધોની પર ગુસ્સે ભરાયો હતો.
તેને કહ્યું- તુ આ રીતે રમે છે? તારે મેચ પુરી કરવી જોઇએ? હું પણ દ્રવિડન ઇંગ્લિશમાં ગુસ્સાને જોઇને ચોંકી ગયો હતો, જોકે આમાંથી અડધુ મને ખબર ન હતી પડી.
કેપ્ટન દ્રવિડના આ ગુસ્સાની અસર યુવા વિકેટકીપર બેટ્સમેન ધોની પર દેખાઇ, તેને આગળની મેચમાં વધારે શૉટ ન હતા ફટકાર્યા. સહેવાગે કહ્યું- જ્યારે ધોની આગળની મેચમાં બેટિંગ કરી રહ્યો હતો, મે જોયુ કે તે બહુ શૉટ ન હતો ફટકારતો. તેને કહ્યું કે હુ ફરીથી દ્રવિડનો ઠપકો ખાવા નથી માંગતો.
હું તેની પાસે ગયો અને પુછ્યુ કે શું થયુ, તેમને કહ્યું હું ફરીથી દ્રવિડનો ઠપકો સાંભળવા નથી માંગતો, શાંતિથી મેચ પુરી કરીએ અને ચાલીએ.
જ્યારે ધોનીને કૉલ લેવા માટે બીસીસીઆઇ સચિવે ફોન આપ્યો. સહેવાગને જ્યારે પુછવામાં આવ્યુ કે તે શું સાચુ છે કે ધોની ફોન નથી ઉઠાવતો, જેમ કે એકવાર વીવીએસ લક્ષ્મણે પોતાના સન્યાસ બાદ મીડિયાને બતાવ્યુ હતુ તો તેને કહ્યું હતુ કે આ બિલકુલ સાચુ છે.
તેમને કહ્યું - કેમકે જ્યારે સિલેક્શન માટે બેઠક થતી હતી અને તે કેપ્ટન હતો, તો તેની સાથે ફોન પર વાત કરવી જરૂરી હતી. ત્યારેથી ધોનીની પાસે બીસીસીઆઇ દ્વારા આપવામાં આવેલો ફોન હતો, અને હું નથી જાણતો કે હજુ પણ તેની પાસે આ ફોન છે કે નહીં. પરંતુ હા, તેનો એક પર્સનલ નંબર છે.