T20 WC: સાઉથ આફ્રિકાને હરાવીને વિશ્વ વિજેતા બન્યું ન્યૂઝીલેન્ડ, જુઓ ટીમની ઉજવણીની તસવીરો
ન્યૂઝીલેન્ડની 32 રને ઐતિહાસિક જીત સાથે વિશ્વને મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નવી વર્લ્ડ ચેમ્પિયન ટીમ મળી છે. રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં કિવિઓએ ડિફેન્ડિંગ રનર અપ સાઉથ આફ્રિકાને હાર આપીને ટાઇટલ જીત્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રુપ સ્ટેજમાં છ પોઈન્ટ અને +0.879ના નેટ રનરેટના આધારે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરનાર ટીમે આ ટુર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવી હતી. આ પહેલા 18 ઓક્ટોબરે કિવિઓએ વેસ્ટ ઈન્ડિઝને આઠ રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું
દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કિવીઓએ 20 ઓવરમાં પાંચ વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ નવ વિકેટે 126 રન જ બનાવી શકી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડે તેનું પ્રથમ ટાઇટલ જીત્યું. લૌરા વોલવાર્ડની કેપ્ટનશીપ હેઠળની ટીમને સતત બીજી વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગત વખતે તેમના ઘરઆંગણે યોજાયેલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે 19 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ન્યૂઝીલેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર એમેલિયા કેરે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલા સારી બેટિંગ કરી અને બાદમાં સારી બોલિંગ કરી હતી. 24 વર્ષીય ખેલાડીએ ચાર ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન 15 વિકેટ અને 135 રન લેવા બદલ પ્લેયર ઓફ ધ સીરિઝ પણ પસંદ કરવામાં આવી હતી. તે મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે.
મહિલા ટી 20 ક્રિકેટમાં 8 વર્ષ બાદ એક નવી ચેમ્પિયન ટીમ મળી છે. છેલ્લા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના શાસનનો અંત આવ્યો હતો. રવિવાર 20 ઓક્ટોબરે દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રનથી હરાવ્યું અને આ સાથે જ તેની ત્રીજી ફાઈનલ રમીને પ્રથમ વખત ચેમ્પિયનશિપ પર કબજો કર્યો. ન્યૂઝીલેન્ડને ટ્રોફી સાથે લગભગ 20 કરોડ રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું, સાઉથ આફ્રિકાને પણ 10 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે.