ભારતીય ક્રિકેટરોને આ પાંચ લોકો કરે છે ટ્રેન, જાણો સપોર્ટ સ્ટાફ વિશે, એક ગુજરાતી પણ છે સામેલ............
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હવે નવા કૉચ અને કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી રહી છે. ટી20 વર્લ્ડકપ 2021 પુરો થયા બાદ બીસીસીઆઇએ ભારતીય ટીમમા મોટા પાયે ફેરફાર કરી દીધો છે. કેપ્ટન કોહલી અને રવિ શાસ્ત્રીની વિદાય બાદ હવે ટીમ ઇન્ડિયાને નવો સપોર્ટ સ્ટાફ મળી ગયો છે, જેમાં કૉચથી લઇને બેટિંગ અને બૉલિંગ કૉચ સહિત ફિઝીયો સામેલ છે. જાણો કોણ કોણ છે લિસ્ટમાં સામેલ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ દ્રવિડ, હેડ કૉચ- ટીમ ઇન્ડિયા- રવિ શાસ્ત્રીની વિદાય બાદ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતીય ટીમના હેક કૉચ તરીકે અપૉઇન્ટ કરવામાં આવ્યો છે. આ પહેલા દ્રવિડ એનસીએ અધ્યક્ષ હતા.
વિક્રમ રાઠોર, બેટિંગ કૉચ- ટીમ ઇન્ડિયા- ટીમ ઇન્ડિયાની બેટિંગની ધાર આપવા માટે બીસીસીઆઇએ ફરી એકવાર વિક્રમ રાઠોરને જવાબદારી સોંપી છે. પૂર્વ ક્રિકેટર વિક્રમ રાઠોર ભારતીય ટીમના બેટિંગ કૉચ છે.
પારસ મહામ્બ્રે, બૉલિંગ કૉચ- ટીમ ઇન્ડિયા- ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર પારસ મહામ્બ્રે ટીમ ઇન્ડિયાના બૉલિંગ કૉચ બનાવવામાં આવ્યા છે. 49 વર્ષીય પારસ મહામ્બ્રે એનસીએમાં દ્રવિડ સાથે કામ કરી ચૂક્યા છે.
ટી દીલીપ, ફિલ્ડિંગ કૉચ- ટીમ ઇન્ડિયા- ટી દીલીપને ભારતીય ટીમના નવા ફિલ્ડિંગ કૉચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમની આર શ્રીધરની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે. ટી દીલીપ પણ અગાઉ રાહુલ દ્રવિડ સાથે કામ કરી ચૂક્યા છે.
નીતિન પટેલ, ફિઝીયો, ટીમ ઇન્ડિયા- નીતિન પટેલને નવી ટીમમાં ફિઝીયોની કામગીરી માટે ફરી એકવાર પસંદ કરવામાં આવ્યા, નીતિન પટેલ અગાઉ પણ ટીમ ઇન્ડિયાના ફિઝીયો રહી ચૂક્યા છે.
સોહમ દેસાઇ, ટ્રેઇનર, ટીમ ઇન્ડિયા- ગુજરાતીને ફરી એકવાર ટીમ ઇન્ડિયાને ફિટ રાખવા માટે જવાબદારી સોંપવામા આવી છે, સોહમ દેસાઇ ગુજરાત રણજી ટીમને પણ ફિટનેસ ટ્રેનિંગ આપી ચૂક્યા છે.
વિરાટ કોહલી, ટેસ્ટ કેપ્ટન, ટીમ ઇન્ડિયા- ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટ માટે કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે, જોકે, વનડે અને ટી20 ટીમની કેપ્ટનશીપમાંથી વિરાટને હટાવી લેવામાં આવ્યો છે.
રોહિત શર્મા, વનડે-ટી20 કેપ્ટન, ટીમ ઇન્ડિયા- હિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો નવો વનડે અને ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા વિરાટ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરતો હતો.