ભારતીય માર્કેટમાં બહુ જલ્દી લૉન્ચ થશે આ 4 દમદાર 5G સ્માર્ટફોન, જાણો કેટલી હશે કિંમત
નવી દિલ્હીઃ જો તમે હાલના સમયમાં એક સારો 5G સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે માર્કેટમાં કેટલાક બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. આમાંથી તમે આસાનીથી ખરીદી કરી શકો છો. જોકે, હવે આવનારા મહિનાઓમાં દેશમાં કેટલાક એવા જબરદસ્ત 5G સ્માર્ટફોન લૉન્ચ થવાના છે, જે તમને સસ્તી કિંમતે નવી ટેકનોલૉજી આપશે. જાણો કયા કયા છે આ 5G સ્માર્ટફોન.......
Download ABP Live App and Watch All Latest Videos
View In AppOnePlus 9- વનપ્લસનો આ 5G સ્માર્ટફોન એપ્રિલમાં લૉન્ચ થઇ શકે છે. આની કિંમત લગભગ 50,000 રૂપિયા હોવાનુ અનુમાન છે. ફિચર્સની વાત કરીએ તો આમાં 6.55 ઇંચની મોટી ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર અને 4500mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં જબરદસ્ત ક્વૉલિટી કેમેરા આપવામાં આવ્યા છે.
Xiaomi Redmi Note 9 Pro 5G- શ્યાઓમીનો આ 5G સ્માર્ટફોન આગામી એપ્રિલમાં લૉન્ચ થશે. આની કિંમત 17,990 રૂપિયા હોવાનુ અનુમાન છે. આમાં 6.67 ઇંચની મોટી ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 750G પ્રૉસેસર અને 4820mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં બેસ્ટ ક્વૉલિટીનો રિયર કેમેરા સેટઅપ અને શાનદાર સેલ્ફી કેમેરા છે.
Motorola Edge S- મોટોરોલા કંપની પણ સતત માર્કેટમાં 5G સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. મોટોરોલાનો આ ફોન મે 2021માં લૉન્ચ થશે. જેની કિંમત લગભગ 23,000 રૂપિયા હોવાનુ અનુમાન છે. આમાં કેટલાય એડવાન્સ ફિચર્સ છે. આ 5G સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 870G પ્રૉસેસર અને 5000 mAhની બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત જબરદસ્ત ક્વૉલિટીના કેમેરા આપવામા આવ્યા છે.