Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ

Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/6
બેંક ખાતું ખોલાવવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ મેળવવા સુધી દરેક વસ્તુ માટે આધાર કાર્ડ ફરજિયાત છે. અત્યાર સુધી, ડિજિટલ કોપી મેળવવા માટે યૂઝર્સને UIDAI વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી. કેપ્ચા દાખલ કરવો પડતો હતો અને OTP ચકાસણીની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. જે ઘણા લોકો માટે પડકારજનક હતું.
2/6
હવે, UIDAI એ WhatsApp દ્વારા આધાર ડાઉનલોડ કરવાનું સક્ષમ કરીને આ પ્રક્રિયાને સરળ બનાવી છે, જેનાથી દસ્તાવેજ તમારા ફોન પર સરળ ચેટ દ્વારા મોકલી શકાય છે. તમને તમારા WhatsApp પર PDF માં આધારકાર્ડ મળી જશે.
3/6
આ માટે સૌપ્રથમ, +91-9013151515 નંબરને તમારા ફોનમાં સેવ કરો અને WhatsApp પર "Hi" લખીને મોકલો. એકવાર ચેટ શરૂ થાય પછી તમારે "Digilocker" સેવા પસંદ કરવાની જરૂર પડશે.
4/6
પછી "Download Aadhaar" પર ક્લિક કરો. તમારો આધાર નંબર દાખલ કરો, અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTP દાખલ કર્યા પછી, તમારી આધાર PDF ફાઇલ સીધી તમારા ચેટ બોક્સમાં અપલોડ કરવામાં આવશે.
5/6
ડિજિટલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને UIDAI એ આ પ્રક્રિયાને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવી છે. OTP ચકાસણી વગર કોઈપણ દસ્તાવેજો શેર કરવામાં આવતા નથી, જેનાથી ડેટા ચોરી થવાનું જોખમ રહે છે.
Continues below advertisement
6/6
વધુમાં, WhatsApp પર પ્રાપ્ત PDF ફાઇલો પાસવર્ડ સુરક્ષિત છે. તેમને ખોલવા માટે વપરાશકર્તાઓએ તેમના નામના પહેલા ચાર અક્ષરો (મોટા અક્ષરોમાં) અને તેમના જન્મનું વર્ષ દાખલ કરવું આવશ્યક છે, જેથી ખાતરી થાય કે ફક્ત યોગ્ય વ્યક્તિ જ ફાઇલ જોઈ શકે.
Sponsored Links by Taboola