શું તમે જાણો છો Instagram ની આ 5 ટિપ્સ ? 90% લોકોને નથી ખબર આ ફિચર વિશે...
Instagram tips&tricks: સોશ્યલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર કેટલાય એવા ફિચર્સ અવેલેબલ છે જેની મદદથી યૂઝર્સ ઘણાબધા કામો આસાનીથી કરી શકે છો પરંતુ બહુ ઓછા લોકો આને જાણતા હોય છે. ઇન્સ્ટાગ્રામ કેટલીય એવી ફેસિલિટી આપે છે જે તમારા કામને આસાન બનાવે છે, આવી જ પાંચ ફેસિલિટી વિશે અમે તમને આ આર્ટિકલમાં બતાવી રહ્યાં છીએ. જાણો બેસ્ટ ફાઇવ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉમેન્ટ હિસ્ટ્રીઃ તમે ભૂતકાળમાં કોના ફોટો લાઈક અને કૉમેન્ટ કર્યા છે, તમે આ બધું સેટિંગ્સમાં જઈને તમારી એક્ટિવિટી હેઠળ જોઈ શકો છો.
જ્યારે તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈ પેજને ફોલો કરો છો, ત્યારે તમને તેનાથી સંબંધિત પૉસ્ટ્સ જોવાનું શરૂ થાય છે. આ ક્રમ અવિરત ચાલતો રહે છે. જો તમે આવી પૉસ્ટ જોવા નથી માંગતા તો તમે ફીડને ફોલૉઈંગમાંથી ફેવરિટમાં બદલી શકો છો.
તમે Instagram માં તમારો સ્ક્રીન સમય મર્યાદિત કરી શકો છો. આ માટે તમારે તમારી પ્રૉફાઈલ, સેટિંગ્સ અને પ્રાઈવસીમાં જઈને ટાઈમ સ્પેન્ટ ઓપ્શન પસંદ કરવો પડશે. અહીંથી તમે ડેઇલી સ્ક્રીન સમય સેટ કરી શકો છો.
જો તમે એવા વ્યક્તિ છો કે જે ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા ફોટા અથવા વીડિયો પૉસ્ટ કરે છે, તો તમારા મનપસંદને શોધવા માટે ફિલ્ટર્સની લાંબી સૂચિમાંથી સ્ક્રૉલ કરવું ખરેખર નિરાશાજનક હોઈ શકે છે. આ માટે, ઇન્સ્ટાગ્રામ તમને ફિલ્ટર્સની સૂચિને ફરીથી ઓર્ડર કરવા દે છે, જેનો અર્થ છે કે તમે તમારા મનપસંદ અથવા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફિલ્ટરને સૂચિની શરૂઆતમાં ખસેડી શકો છો.
શું તમે જાણો છો કે તમે YouTube Shorts જેવી Instagram સ્ટૉરીમાં કેપ્શન ઉમેરી શકો છો ? આ માટે વીડિયો એડ કર્યા પછી તમારે સ્ટીકર ઓપ્શન પર જવું પડશે અને કેપ્શન ઓપ્શન પસંદ કરવો પડશે. નોંધ, હાલમાં Instagram ઑટો ફક્ત અંગ્રેજી વીડિયો માટે કૅપ્શન્સ જનરેટ કરે છે. આ ફિચર વિશે બહુ ઓછા લોકો જાણે છે.