હવે આનાથી સસ્તો ક્યારેય નહીં મળે iPhone 15!, 45,000થી નીચે આવી ગઈ કિંમત
iPhone 15 હવે ભારતીય ગ્રાહકો માટે તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. અમેઝોનનો ફેસ્ટિવલ સેલ આવતીકાલે 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે
પ્રતિકાત્મક તસવીર
1/7
iPhone 15 હવે ભારતીય ગ્રાહકો માટે તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. અમેઝોનનો ફેસ્ટિવલ સેલ આવતીકાલે 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને આ સમય દરમિયાન આ ડિવાસ પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. iPhone 15 જેની શરૂઆતમાં લોન્ચ સમયે કિંમત 79,900 રૂપિયા હતી તે હવે 45,000 રૂપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.
2/7
ગયા વર્ષે Apple એ આ મોડલની કિંમત ઘટાડીને 69,900 રૂપિયા કરી હતી અને iPhone 17 સીરિઝ લોન્ચ થયા પછી તેને તેના સત્તાવાર સ્ટોર લિસ્ટિંગમાંથી દૂર કરી હતી. જો કે, તે હાલમાં Amazon પર 59,900માં ઉપલબ્ધ છે, અને સેલ દરમિયાન તેની કિંમત ઘટીને 43,749 રૂપિયા થઈ જશે. આનો અર્થ એ છે કે ગ્રાહકોને વર્તમાન કિંમતથી 17,000 રૂપિયા અને લોન્ચ કિંમતથી લગભગ 37,000 રૂપિયાનો ફાયદો થશે. આ ફોન પાંચ આકર્ષક કલર્સમાં ઉપલબ્ધ થશે: બ્લેક, બ્લૂ, ગ્રીન, પિંક અને યલોમાં ઉપલબ્ધ છે.
3/7
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો iPhone 15 2023 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં ડાયનેમિક આઇલેન્ડ ફીચર્સ સાથે 6.1-ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. કેમેરા સેટઅપમાં 48MP મેઈન કેમેરા અને 12MP અલ્ટ્રા-વાઇડ લેન્સ સામેલ છે, જ્યારે સેલ્ફી અને વિડિઓ કૉલ્સ માટે 12MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
4/7
આ સ્માર્ટફોન A16 Bionic ચિપ અને 6GB RAM થી સજ્જ છે. લોન્ચ સમયે તેમાં iOS 17 આપવામાં આવ્યું હતું પરંતુ હવે તેને iOS 18 પર અપગ્રેડ કરી શકાય છે.
5/7
Amazon નો આગામી સેલ આવા લોકો માટે ગોલ્ડન તક સાબિત થઈ શકે છે જે લાંબા સમયથી iPhone ખરીદવાનું વિચાર કરી રહ્યા છે. આટલા નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે iPhone 15 પ્રીમિયમ સ્માર્ટફોન હોવા છતાં મિડ રેન્જ કિંમતે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
6/7
Samsung નો લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flip 6 5G હવે ભારતમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. બેસ કિંમત 1,09,333 રૂપિયા હતી પરંતુ હવે આ ફોન વિજય સેલ્સમાં ઓપન બોક્સ કેટેગરીમાં માત્ર 55,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ લગભગ 50 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે, જે તેને દેશના સૌથી સસ્તા પ્રીમિયમ ફોલ્ડેબલ ફોનમાંનો એક બનાવે છે.
7/7
Galaxy Z Flip 6 (12 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ) ની બેસ કિંમત 1,09,999 છે. તે વિજય સેલ્સમાં માત્ર 55,999 રૂપિયામાં ઉપલબ્ધ છે, જે 49 ટકા ડિસ્કાઉન્ટ છે. વધુમાં બેન્ક ઓફર્સ સાથે કિંમત વધુ ઓછી હોઈ શકે છે.
Published at : 22 Sep 2025 11:49 AM (IST)