Photos: ઓગસ્ટમાં થશે ગૂગલની Android 14 લૉન્ચ, આવ્યા બાદ તમામના મોબાઇલ ફોનમાં બદલાઇ જશે આટલા ફિચર્સ.....
Android 14 Updates: દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજ ગૂગલ પોતાના નવા અપડેટ્સને લઇને ખુબ ચર્ચામાં છે, ગૂગલ ઓગસ્ટ મહિનામાં દરેક યૂઝર્સ માટે એન્ડ્રૉઇડ 14 રૉલઆઉટ કરી શકે છે. હાલમાં આનું બીટા વર્ઝન કેટલાક લોકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે. Android 14માં ગૂગલ પોતાના યૂઝર્સને શું શું નવું આપી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલની એન્ડ્રૉઇડ 14માં પિક્સેલ ડિવાઇસીસ પર નવા પ્રકારનું ચાર્જિંગ ચિહ્ન મળવાના સંકેત છે. આ ઉપરાંત લોકોને થીમ્સમાં વધુ કલર આઇકૉન મળશે. સ્ક્રીનશૉટ લેતી વખતે તમે આને ગોળાકાર આકારમાં જોઇ શકશો. હાલમાં જ્યારે તમે ફોન પર સ્ક્રીનશૉટ લો છો, ત્યારે તે લંબચોરસ આકારમાં આવે છે.
Google તમને હાવભાવ નેવિગેશન માટે એક ટ્યૂટૉરીયલ પણ આપશે, જેથી કરીને તમે હાવભાવનો ઉપયોગ કરીને સ્માર્ટફોન પર આસાનીથી કામ કરી શકો. ઉપરાંત એન્ડ્રૉઇડ 14માં તમે તમારી મરજી મુજબ લૉકસ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકશો.
હાલમાં, આ અપડેટ્સ એન્ડ્રૉઇડ 14 બીટાના 3 વર્ઝનમાં જોવા મળ્યા છે. તમે આ અપડેટ્સ Pixel 4a 5G, Pixel 5, Pixel 5a, Pixel 6, Pixel 6 Pro, Pixel 6a, Pixel 7 અને Pixel 7 Proમાં મેળવી શકો છો.
થોડા સમય પહેલા ગૂગલે પોતાનો નવો Pixel 7a સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કર્યો હતો. હવે કંપનીના નવા મૉડલ Pixel 8 વિશે પણ રિપોર્ટ્સ પણ આવવા લાગ્યા છે. જો લીક્સનું માનીએ તો કંપની Pixel 8 સીરીઝમાં 50MP સેમસંગ ISOCELL GN2 સેન્સર ઓફર કરી શકે છે, જે હાલમાં Galaxy S22 અને S23 માં જોવા મળે છે. ટિપસ્ટર અભિષેક યાદવ અનુસાર, કંપની Pixel 8 માં 50+12MP કેમેરા અને Pixel 8 Proમાં 50+64+48MP કેમેરા ઓફર કરી શકે છે.